કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

umar abdulla

તો સરકારે કાશ્મીરમાંથી કલમ 370ને એક ઝાટકે દૂર કરીને એક તીરથી અનેક નિશાન સાધવાની કોશિશ કરી છે. કાશ્મીરમાં ક્રાંતિ કરવાનો સંદેશ જાણે આપી દીધો. તો બીજી તરફ મહેબૂબા મુફ્તી અને ઓમર અબદુલ્લાની ધરપકડ કરી દેવાઈ છે.  ધરપકડ બાદ તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા છે. રવિવારે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબદુલ્લાને નજરબંધ કરી દેવાયા હતા.

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ અમિત શાહે નરેન્દ્ર મોદીને વંદન કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો ભાજપના સંકલ્પ પત્ર પર મહબૂબા મુફ્તીએ પ્રહાર કરીને શું કહ્યું?

 

ઘાટીમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાયું છે. સાથે શ્રીનગરમાં 144ની ધારા પણ લગાવી દેવાઈ છે. તો બીજી સંવેદનશીલ ક્ષેત્ર અને મહત્વપૂર્ણ સંસ્થાનોની ચોકદારી વધારી દેવાઈ છે. કદમ-કદમ પર આર્મી જવાનો તૈનાત છે. તો શૈક્ષણિક સંસ્થાઓને પણ આગામી આદેશો સુધી બંધ કરી દેવાયા છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં પોલીસના અધિકારીઓ સહિત આર્મી ઓફિસરો હાજર છે. અધિકારીઓને સંપર્ક માટે સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા છે. કારણ કે, કાશ્મીરમાં મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments