રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

one-day-state-mourning-on-death-of-oman-sultan-qaboos

ગૂગલ પ્લે સ્ટોર પર રેલવે અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)થી જોડાયેલી એપ્લિકેશન મુસાફરો માટે સુવિધાઓ નહી પણ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે. તેમાં ઘણી એપ્લિકેશન રેલવે અને IRCTCની અધિકૃત એપ્લિકેશનથી જ ડેટા ચોરી કરે છે અને તે જાણકારી મુસાફરોને ઉપલબ્ધ કરાવે છે. તેના કારણે ઘણી વખત મુસાફરોની ટ્રેન છુટી જાય છે અને તે પરેશાન થાય છે. રેલવેનું તેની પર કોઈ નિયંત્રણ નથી.

 

આ રીતે મુશ્કેલી વધારી રહી છે ખાનગી એપ્લિકેશન

છિંદવાડાથી દિલ્હી જવાવાળી પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનનું (14623) રવિવારે રનિંગ સ્ટેટસ જોવા મળ્યુ. તેના માટે રેલવેની અધિકૃત અને 2 ખાનગી એપ્લિકેશનની મદદ લેવામાં આવી. રેલવેની નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (NTES) એપ્લિકેશનથી જાણવા મળ્યુ કે ટ્રેન 6 વાગ્યે 7 મિનિટ પર પવઈ સ્ટેશન પહોંચી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, હવે ટ્રેનમાં ચા, નાસ્તો અને જમવાનું થશે મોંઘુ, જુઓ રેલવનું નવું ભાવપત્રક

ત્યારે એક ખાનગી એપ્લિકેશને જણાવ્યું કે 6.02 વાગ્યે પહોંચી અને બીજી ખાનગી એપ્લિકેશને જણાવ્યું કે 6.16 વાગ્યે પવઈ સ્ટેશન પહોંચી. ખાનગી એપ્લિકેશનોની આ એક ભૂલ નથી પણ ટ્રેનના લોકેશનને લઈને ઘણી એપ્લિકેશનો ભૂલો પેદા કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો

 

 

IT નિષ્ણાંત શશાંક વૈષ્ણવે જણાવ્યું કે મુસાફરોથી જોડાયેલી જાણકારીઓ ઘણા પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહી છે. આ કારણે ઘણી અધિકૃત એપ્લિકેશનની જેમ ખાનગી એપ્લિકેશન બનાવવામાં આવે છે અને મુસાફરોથી જોડાયેલો ડેટા એકત્રિત કરીને વેચી દેવામાં આવે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ મોબાઈલ નંબર રહે છે. જેની પર અલગ અલગ કંપનીઓના વારંવાર ફોન આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  ભારતીય રેલવેએ તત્કાલ ટિકીટના બુકિંગ સમયમાં કર્યો બદલાવ, હવે લાગુ પડશે આ નવા નિયમો

રેલવે IRCTCની અધિકૃત એપ્લિકેશનો

NTES, રેલ સારથી, UTS, IRTCC ઓફિશ્યલ, IRCTC કનેક્ટ, IRCTC ફુડ ઓન ટ્રેક, IRCTC ટિકીટ, IRCTC મીલ

ત્યારે ભોપાલ રેલવે મંત્રાયલના DRM ઉદય બોરવણકરે કહ્યું કે ખાનગી એપ્લિકેશનની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી એપ્લિકેશનો પર રેલવે દ્વારા નિયંત્રણ રાખવામાં આવતુ નથી. રેલવેની એપ્લિકેશનનો પ્રચાર વધારે કરવામાં આવશે, જેથી ખાનગી એપ્લિકેશનોથી મુસાફરો સાવધાની રાખી શકે.

[yop_poll id=”1″]

 

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments