મોદી સરકારના તમામ 57 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર, કેબિનેટના વિસ્તરણમાં આ મંત્રીઓની થઈ શકે છે ફેરબદલી

national-modi-cabinet-56-ministers-report-card-prepared

મોદી સરકારે પોતાના તમામ 56 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી લીધા છે. શનિવારે 10 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં તમામ 27 કેબિનેટ મંત્રી સહિત 56 મંત્રીઓને કામકાજની કસોટી કરવામાં આવી હતી. મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવા વિભાગોને 8 ક્લસ્ટરમાં વિભાજીત કરાયા હતા. કેટલાક મંત્રીઓ સિવાય તમામ વિભાગના સેક્રેટરીઓએ પોતાના વિભાગની જાણકારી આપી હતી. સૂત્રોની માહિતી પ્રમાણે નાણા પ્રધાન, પરિવહન વિભાગ અને રેલ વિભાગને છોડીને તમામ વિભાગ તરફથી અધિકારીઓેએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

Image result for pm modi new cabinet

આ પણ વાંચોઃ મહાનાયક અમિતાભ બચ્ચન આ કારણે નેશનલ એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં

કૃષિ, ગ્રાહક મામલા, શહેરી, ગ્રામીણ વિકાસ વિભાગ, પશુપાલન અને મત્સય વિભાગને એક ક્લસ્ટરમાં રખાયા હતા. જ્યાં PM મોદીએ ગ્રાહક વિભાગના કામકાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, ડુંગળીની કિંમતમાં વધારાના કારણે સરકારની કામગીરી પર ખૂબ સવાલ થયા છે. અને પાસવાન આગામી ફેરફારમાં મંત્રીમંડળમાંથી બહાર થઈ જશે. જેની જગ્યાએ તેમનો પુત્ર ચિરાગ પાસવાન લેશે. રામવિલાસ પાસવાને પોતાના સ્વાસ્થયને લઈ અમિત શાહ અને PM મોદી સમક્ષ પોતાના પુત્રને મંત્રી બનાવવાની અરજી કરી હતી.

READ  VIDEO: મુંબઈના બાંદ્રાની MTNLની ઓફિસમાં ભિષણ આગ, કર્મચારીઓ જીવ બચાવવા છત પર પહોંચ્યા

Related image

એવી રીતે કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્ર પાંડેના કામકાજથી મોદીજી ખુશ નથી. બેઠકમાં આ વાત પર નારાજગી દર્શાવી હતી કે, સ્કિલ ઈન્ડિયાનું અભિયાન ધીમું થઈ ગયું છે. નાણા વિભાગ પછી સૌથી વધુ માનવ સંસાધન વિભાગને સવાલના જવાબ પૂછ્યા હતા. અંદાજા પ્રમાણે રમેશ પોખરિયાલને બીજો વિભાગ આપી શકે છે. અને હરદીપ પુરીની પણ મંત્રીમંડળમાંથી છુટ્ટી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષી નેતાએ કહ્યું "કોઈના બાપની બીક નથી"

મહત્વનું છે કે, 14 જાન્યુઆરી પછી મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. જેમાં જેડીયુમાંથી 2 કેબિનેટ મંત્રી, ADMKથી એક મંત્રી જોડાઈ શકે છે. TRS અને અન્ય નાની પાર્ટી સાથે ભાજપ હાઈકમાન વાત કરી રહી છે. અકાલી દળમાંથી હરસિમરતની જગ્યાએ સુખબીર સિંહ બાદલને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક પરથી જ લડશે લોકસભાની ચૂંટણી?

 

 

હાલમાં મોદી સરકારમાં 57 મંત્રી છે. નિયમ મુજબ 81 મંત્રી હોઈ શકે છે. મોદી સરકાર મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની નીતિ પર કામ કરે છે. પરંતુ ગત સરકારમાં 70 મંત્રી હતા. ત્યારે શક્યતા છે કે, એક ડઝન મંત્રી વધુ બનાવી શકે છે. હાલમાં 5થી વધુ મંત્રી પાસે ત્રણથી વધુ વિભાગ છે. અને તેમનું ભારણ પણ ઓછું થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments