મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

મુંબઈમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. જેમાં NCP પણ બાકાત નથી, NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં થઈ રહેલી બેઠકમાં મરાઠવાડા વિભાગમાં વિધાનસભા મતદારોને લઇન સમીક્ષા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં NCPના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની સાથે અન્ય કેટલાક નેતાઓ હાજર રહ્યાં.

READ  મુંબઈમાં BESTની સર્વિસને કાયમ રાખવા મેયર દ્વારા દર મહિને 100 કરોડની કરાઈ જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં ગીર ગાયના લાભાર્થે યોજાયેલા ડાયરામાં કેટલાક લોકોનું ગેરવર્તન પણ જોવા મળ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આપને કહી દઇએ કે લોકસભા ચૂંટણીમાં મરાઠવાડા વિભાગમાં NCP એક પણ જગ્યાએ જીત નથી મેળવી શકી. ઉસ્માનાબાદ, પરભણી, બીડ લોકસભા મતદારોમાં પાર્ટીની સારી છાપ હોવા છતાં પણ લોકસભામાં સફળતા મળી ન હતી. આ સિવાય બીડ જિલ્લાના જયદત્ત ક્ષીરસાગર જેમણે પાર્ટીના આંતરિક કલહ પર ટીકા કરતાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. જેથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં NCPને જીત માટે વધારે મહેનત કરવી પડશે. ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં NCP આ વિસ્તારમાં કેવું કાઠું કાઢે છે.

READ  કોરોના સામે જંગ : દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન રહેશે, પીએમ મોદીએ કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments