નવા ટ્રાફિક નિયમ બાદ શહેરીજનો માટે વધુ એક ઝટકો, ટ્રાફિક વિભાગ દ્વારા ઈ-મેમોના દંડમાં પણ વધારો

નવા ટ્રાફિક નિયમ તો આવ્યા પણ હજુ કેટલાક લોકો એવા છે કે જેઓ આ ટ્રાફિક નિયમનું પાલન નથી કરી રહ્યા. સાથે જ ટ્રાફિક સિગ્નલ ભંગ કરતા હોવાનું પણ સૌથી વધુ ધ્યાને આવ્યું છે. ત્યારે આવા કેટલાક લોકોને સબક શીખડાવવા અને લોકો ટ્રાફિક નિયમનું પાલન કરતા થાય માટે નવા ટ્રાફિક નિયમ બાદ હવે ટ્રાફિક વિભાગે ઈ-મેમોના દંડમાં વધારો કર્યો છે. ટ્રાફિક વિભાગના અધિકારીનું માનવું છે કે દંડમાં વધારો કરતા લોકો ટ્રાફિક નિયમનું પાલન કરતા થશે.

લાઈન ભંગ થાય તો પ્રથમ વાર 100 અને બીજી વાર જે 300 રૂપિયા દંડ લેવાતો હતો. તેના બદલે હવે પ્રથમ વાર નિયમ ભંગ કરવા પર રૂપિયા 500 અને બીજી વાર ભંગ કરે તો 1 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે. એટલું જ નહીં પણ જેને પહેલી વખત રૂપિયા 100નો દંડ થયો છે અને હવે બીજી વાર ભંગ કરશે તો નવા દંડ પ્રમાણે તેને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

જ્યારથી નવા ટ્રાફિક નિયમ લાગુ થયા છે ત્યારથી અને તે પહેલાંથી ટ્રાફિક વિભાગ અનેક બાબતોનું મોનીટરીંગ કરતું આવ્યું અને તેમાં પણ જ્યારથી CCTV માધ્યમથી ઈ-મેમો આપવાનું શરૂ કર્યું. ત્યારથી લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન નહીં કરતા હોવાનું સામે આવ્યું. તેમાં પણ ઉતાવડીયા સ્વભાવના લોકો સિગ્નલ શરૂ થાય તેની પાંચ સેકન્ડ પહેલા જ સિગ્નલ તોડી ચાલતી પકડતા હોવાનું સૌથી વધુ નોધાયું છે. જેના કારણે અકસ્માત સર્જાવાની પણ ભીતિ રહેતી હોય છે.

READ  CAA મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, તોફાની તત્વોને કડક સજા કરવામાં આવશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એટલું જ નહીં પણ ત્રણથી વધુ વખત જે નિયમનો ભંગ કરશે તો તેની જાણ ઈન્શ્યોરન્સ કંપનીને પણ કરવામાં આવશે. જેથી નિયમ ભંગ કરનારના ઈન્શ્યોરન્સની રકમમાં પણ વધારો થઈ શકે છે. જેની વિચારણા ચાલી રહી છે. જો કે હજુ તે મામલે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જો કે અધિકારીનું માનવું છે કે દંડમાં વધારો કરતા લોકો ચોક્કસથી ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા થશે અને તેનાથી થતાં અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે.

READ  જામનગરમાં ઓક્ટોબરના 12 દિવસમાં કુલ 546 ડેન્ગ્યૂના કેસ નોંધાયા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192