નવા ટ્રાફિક નિયમના દંડમાં ઘટાડો કરવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યું

રીક્ષા ચાલકોએ આજે તેમના પડતર પ્રશ્નોને લઈને તેમજ નવા ટ્રાફીક નિયમના દંડને લઈને એક દિવસીય સ્વયંભૂ બંધ પાડયુ, જેમાં શહેરની મોટાભાગની રીક્ષાના ચાલકો જોડાયા, ત્યારે બીજી તરફ શહેરમાં સ્વયંભૂ બંધ છતાં પણ દોડતી રીક્ષા રોકીને બંધ પાડનાર રીક્ષા ચાલકોએ ગુલાબનું ફુલ આપીને સહકાર આપવા અપીલ કરી.

રીક્ષા ચાલકો છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી તેઓની પડતર માંગણીને લઈને લડત લડી રહ્યા છે અને નવા ટ્રાફીક નિયમ આવતા રિક્ષા ચાલકો માટે વાગ્યા પર ડામ જેવી પરિસ્થિતી સર્જાઈ હોવાનો રિક્ષા ચાલકોનો આક્ષેપ છે, સાથે જ રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે નવા ટ્રાફીક નિયમના દંડને લઈને રોજનું કમાઈને રોજનું ખાનારા રીક્ષા ચાલકોને ભારે ભરખમ દંડ પરવડી શકે તેમ નથી, જેથી તે નવા દંડમાં ઘટાડો કરવામાં આવે અથવા તો છુટછાટ આપવામાં આવે તેવી માંગ સાથે રીક્ષા ચાલકોએ આજે સ્વયંભૂ બંધ પાડયુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે અગાઉ અનેકવાર નવી રજુઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા તેઓએ આ નિર્ણય લેવો પડયો છે. સાથે જ સ્વયંભૂ બંધ પાડનાર રીક્ષા ચાલકોએ શહેરમાં દોડી રહેલી રીક્ષાના ચાલકોને ઉભા રાખીને ગુલાબનું ફુલ આપીને સ્વયંભૂ બંધમાં સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.

READ  VIDEO: ભાજપના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદમાં, CAA સંદર્ભે કરશે પ્રચાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બીજી તરફ સ્વયંભૂ બંધમાં સ્કુલ રીક્ષાઓ પણ જોડાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ હાલાકી સર્જાઈ હતી, જેના કારણે વાલીઓએ તેમના બાળકોને સ્કુલ પર લેવા જવુ પડયુ હતુ, વાલીઓની માંગ છે કે રીક્ષા ચાલકો ભલે તેમની માંગને લઈને હડતાળ પાડે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ અંગે વિચારીને અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને અલગ માર્ગ અપનાવીને રીક્ષા ચાલકો પોતાની માંગ રજુ કરે, જેથી કોઈને હાલાકી ભોગવવી ન પડે.

READ  RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ તરફ રીક્ષા ચાલકોના સ્વયંભૂ બંધને લઈને AMTS બસોમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો, પહેલા જે બસો થોડી ભરેલી જતી નજરે ચડતી હતી, તે બસો રીક્ષા ચાલકોના સ્વયંભુ બંધને લઈને ભરચક જતી જોવા મળી હતી.

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192