નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે. નવસારીના વિકાસ માટે પહેલા ટ્વીનસીટી બાદમા મહાનગરપાલિકાના માળખામા ઢાળવાની વાતો કરવામા આવી હતી.

પરંતુ છેલ્લે નુડાનુ માળખુ આપવામા આવ્યું હતું. જેમા વિવિધ ગામોના વિરોધને પગલે 99 માથી 15 ગામો નુડામા રહી ગયા છે. ત્યારે સમગ્ર જિલ્લા તંત્ર ફરીથી શહેરના વિકાસમાં નવા માળખાની શોધમા હતા અને હવે નવસારી શહેરને વિકસાવવા માટે વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે.

READ  અમદાવાદમાં અદાણીની ગેસ લાઈન લીકેજ થતાં આગ લાગી, એક વાહન બળીને ખાખ, જુઓ VIDEO

જેમા વિરાવળ,છાપરા,કાલીયાવાડી,ઈટાળવા,જમાલપોર, ચોવીસી અને કબીલપોર ગામોને સમાવિષ્ઠ કરવાની કાગમીરી શરુ કરવામા આવી છે. ગ્રામપંચાયતોએ પાલિકામાં ભળવા માટે સંમતિ આપતા ઠરાવો પણ આપી દીધા છે. નવસારી નગરપાલિકાની 2 લાખ વસ્તી છે જેની સામે 7 ગામોની 50 હજારની વસ્તીને નવસારી નગરપાલિકામા જોડવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે.

આ પણ વાંચો : મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

પાલિકાના હદ વિસ્તરણની સાથે ભવિષ્યમા મહાનગરપાલિકા બને એ દિશામા પણ વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે ત્યારે પાલિકાના શાસકો પણ ગામોને સમાવવા માટે કામે લાગ્યા છે. વિકસતા નવસારી શહેરને વધુ વેગવંતુ અને વિકાસશીલ બનાવવા માટે કામે લાગ્યા છે જેમા ભવિષ્યમા મહાનગરપાલિકાનુ માળખુ મળે એ દિશામા કામગીરી ચાલી રહી છે.  ત્યારે નવસારી શહેરને વિકાસની નવી વિકાસની ઊંચાઈઓ મળે તેવી શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે.

READ  ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

Fire breaks out in Bhidbhanjan market in Bapunagar, fire tenders reached the spot | Ahmedabad

FB Comments