ઓડિશા સરકારે વધારી દીધો લોકડાઉનનો સમયગાળો, 30 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત

naveen-patnaik-led-odisha-government-decide-to-extend-lockdown-till-april-30
ઓડિશા સીએમ નવીન પટનાયક

કોરોના વાઈરસના લીધે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે કોરોના વાઈરસના કેસ લોકડાઉનમાં પણ વધી રહ્યાં છે અને જો લોકડાઉન લંબાવવામાં ના આવે તો સ્થાનિક સંક્રમણથી હજારો લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી શકે છે. જેના લીધે ઘણાંબધાં રાજ્યો કેન્દ્ર સરકાર પાસે વિનંતી કરી રહ્યાં છે કે લોકડાઉનને વધારવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Headlines @ 7 PM : 22-05-2017 - Tv9 Gujarati

naveen-patnaik-led-odisha-government-decide-to-extend-lockdown-till-april-30

આ પણ વાંચો :   ‘મસક્કલી-2’ ગીતથી એ.આર.રહેમાન અને પ્રસૂન જોશી નારાજ?

કેન્દ્ર સરકાર લોકડાઉનને લંબાવવું કે નહીં તે અંગે વિચાર કરી રહી છે. જો કે ઓડિશાની સરકારે 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે. આવો નિર્ણય લેનારું ઓડિશા પ્રથમ રાજ્ય બન્યું છે. ઓડિશામાં કોરોના વાઈરસના 42 કેસ છે. આ કેસમાં વધારો ના થાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે લોકડાઉનનો સમયગાળો વધારીને 30 એપ્રિલ સુધી કરવામાં આવ્યો છે.

READ  અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો, આંકડો 492 સુધી પહોંચ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીએમ નવીન પટનાયકે કહ્યું કે ઓડિશાની કેબિનેટે લોકડાઉનનો સમયગાળો આગળ વધારવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનો મોટો ખતરો છો. આપણે બધાએ સમજવું જોઈએ અને સાહસિકતાથી આ વાઈરસનો સામનો કરવો જોઈએ. આ સમય પણ વીતી જશે.

 

Oops, something went wrong.
FB Comments