નવજોત કૌર સિદ્ધુએ લગાવ્યો આરોપ, કહ્યું કે ‘મુખ્યમંત્રી અમરીંદર સિંહના લીધે ના મળી લોકસભાની ટીકીટ’

કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ મંગળવારના રોજ એક વિવાદને હવા આપી છે. તેમણે ટીકીટ ન મળવા અંગે ખૂલાસો કરીને નામ સાથે આરોપ લગાવ્યા છે.

કોંગ્રેસ નેતા નવજોત કૌર સિદ્ધુએ અમૃતસરમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કહ્યું કે કેપ્ટન સાહેબ અને આશા કુમારી વિચારે છે કે મેડમ સિદ્ધુ સંસદીય સીટની ટીકીટ મેળવવાના હકદાર નથી. મને અમૃતસરથી એ માટે ટીકીટ આપવામાં ન આવી કે ગઈ સાલમાં અમૃતસરમાં ટ્રેન દૂઘર્ટના થઈ હતી અને તેની નારાજગીથી હું નહીં જીતી શકું.

READ  અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યો આ આરોપ

તેમણે આરોપ મુકીને કહ્યું કે  પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ કહ્યું કે મુખ્યમંત્રી માને છે કે તેઓ એકલા આખી 13 સીટ જીતવા સક્ષમ છે. આમ નવજોત કૌર સિદ્ધુએ બધા આરોપો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહ પર લગાવી દીધા હતા.

આ પણ વાંચો: જો આવું થયું તો ભારત સરળતાથી જીતી જશે ક્રિકેટ વલ્ડૅ કપ 2019, જાણો અજિંક્ય રહાણેએ શું કહ્યું?

આમ ટીકીટને લઈને અંદરોઅંદર જ વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસે અમૃતસરથી ગુરજીત સિંહને ટિકીટ આપી છે તો ભાજપે તેની સામે હરદીપ સિંહ પૂરીને ઉતાર્યા છે. અકાલી દળ ભાજપ સાથે મળીને પંજાબમાં ચૂંટણી લડી રહ્યું છે. પંજાબની 13 લોકસભા સીટ પર 19મેના રોજ છેલ્લાં અને અંતિમ સાતમાં તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

READ  બોટાદનું ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એક વખત વિવાદોમાં ઘેરાયું, દેવ અને આચાર્ય પક્ષ આમને-સામને

 

Top News Headlines Of This Hour : 17-02-2020 | Tv9GujaratiNews

FB Comments