નવરાત્રિ: કળશ સ્થાપનના મુહૂર્ત, રીત અને સાવધાની

10 ઑક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઇ રહ્યો છે. આ નવરાતમાં માતાની આરાધનાની સાથે સાથે કળશનું પણ ખાસ મહત્વ રહેલું છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશની સાથે ઘણી આસ્થા સંકળાયેલી છે અને તેથી તેના સ્થાપના પણ યોગ્ય મુહૂર્તમાં જ થવી જોઇએ. કળશએ સૌથી પવિત્ર માનવામાં આવે છે. અને શુભ કાર્યની શરૂઆતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે.
GHAT STHAPAN MUHURAT-gfx-04.png
કળશની સ્થાપના ‘પડવા’ (મહિનાનો પહેલો દિવસ)ના રોજ કરવામાં આવે છે. જેના માટે બુધવારે 10 ઑક્ટોબરની વહેલી સવારે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 06.30 કલાકથી 7.30 કલાક સુધીનું છે.
GHAT STHAPAN MUHURAT-gfx-03.png
પરંતુ જો તમે આ મુહૂર્ત ચુકી જાઓ છો તો નિરાશ થવાની જરૂર નથી. 12.30 કલાકથી 01.00 કલાકના મુહૂર્તમાં પણ તમે કળશની સ્થાપના કરી શકો છો. જોકે એક વાતનું ધ્યાન રાખો કે ભૂલમાં પણ કળશની સ્થાપના 9 તારીખે કરશો નહીં કારણ કે તે દિવસે અમાસ છે અને તે દિવસ શુભ માનવામાં આવતો નથી.
GHAT STHAPAN MUHURAT-gfx-04.png
નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાન કરી માતાના કળશની સ્થાપના પૂર્વ દિશામાં કરો. જે માતાજીના ફોટોની સામે થવી જોઈએ. સાથે જ તેની સામે દીવો કરવા માટે પણ જગ્યા રાખવી. કળશની સ્થાપના કરો અને ત્યાં તેની ઉપર સ્વસ્તિક અને ॐ લખો. કળશની સ્થાપના પહેલાં જમીન પર સાત પ્રકારના અનાજ રાખવા. તેમજ કળશની અંદર સામાન્ય જળની સાથે ગંગાજળ, સોપારી, પાન કંકુ, ચોખા, હળદર, પુષ્પ, ચંદન નાખવા જોઇએ.
california-organic-farming-33.jpg
કળશની સ્થાપનાની સાથે જ અખંડ દીવાની પણ સ્થાપના કરવામાં આવે છે. જેને પણ નવ દિવસ સુધી પ્રજ્જવલિત રાખવો જરૂરી છે. તેના માટે ગાયના શુધ્ધ ઘીનો ઉપયોગ કરો અને દીવાની વાટને બાજુ નમેલી જ રાખો. કળશની સામે ઘંઉ અને જવારાને માટીના પાત્રમાં રોપો. જેને માતાજીનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવી અને અંતિમ દિવસે તેનું વિસર્જન કરો.
deep3.jpg
માતાને હંમેશા લાલ ફૂલ ચઢાવવાનો આગ્રહ રાખો. પરંતુ માતાજીને ભૂલમાં પણ તુલસી, દુર્વા કે આંકડો ચઢાવશો નહીં. કેમકે દુર્વા ગણેશજીને પ્રિય છે અને તુલસી વિષ્ણુને તો આંકડો હનુમાનજીને ચઢાવવામાં આવે છે.
hqdefault.jpg
FB Comments

Hits: 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *