ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

જો તમે મન મુકીને ગરબે ઝૂમી રહ્યા હોવ અને અચાનક જ તમારા પગ નીચે કોઇ સાપ આવી જાય તો? આવી જ એક ઘટના સામે આવી વડોદરામાં. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળ્યો અને આયોજકોમાં દોડધામ મચી ગઇ. સદ્દભાગ્યે સાપ ગરબા શરૂ થયા પહેલા નીકળ્યો હતો, પરંતુ જો ચાલુ ગરબે સાપ નીકળ્યો હોત તો? હાલ સોશિયલ મીડિયામાં ગ્રાઉન્ડમાં સાપ નીકળવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સાપ પકડનારી સંસ્થાના સંચાલકોના મતે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડની આસપાસ કોબરા, કાળોતરો, રસેલ વાયપર જેવા ઝેરી સાપ વસવાટ કરે છે. આવા સંજોગોમાં આયોજકોએ ખેલૈયાઓ માટે કરેલી સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે.

READ  VIDEO: અમદાવાદની સ્કૂલમાં છત પડવાની ઘટનામાં ટ્રસ્ટી અને આચાર્ય સામે ફરિયાદ, છત પડવાથી 5 વિદ્યાર્થી થયા હતા ઘાયલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નવસારીની બિલીમોરા APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.4250, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

 

FB Comments