નવસારીના ગરીબોને જંગલ અધિકાર પત્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રામમંદિરનો રાગ આલાપ્યો

સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકીય નેતાઓના અલગ અલગ સ્થાનો પર પ્રવાસો પણ વધી રહ્યા છે.

નવસારીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરીથી રામ મંદિર નો રાગ આલાપ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રૂપવેલ ગામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ જંગલ જમીનના હકપત્રો આપ્યા હતા. વર્ષો થી જંગલની જમીન ખેડતા ખેડૂતોને અધિકાર પત્ર આપીને જમીનના માલિક બનવાનો અધિકાર આપ્યો છે.

જિલ્લામાં 3 હજાર અધિકાર પત્ર અને 5 કરોડ જેટલી રકમ મંડળીઓને સહાય પેટે આપવામાં આવી છે. મુખ્યપ્રધાને પોતાના ભાષણમાં આદિવાસીઓને આપેલ સહાયની વાત કરી હતી અને રાજ્ય ના તમામ તબક્કાઓને યાદ કરી રામમંદિરનો રાગ આલાપ્યો હતો.

READ  અમિત શાહની ગુજરાતના સ્થાનિક નેતાઓને લઈને નારાજગી, કહ્યું કે 'મામલો દિલ્હી હાઈ કમાન્ડ સુધી કેમ પહોંચે છે?'

Verbal spat between Gujarat and Delhi police ahead of Donald Trump's event at Motera stadium| TV9

FB Comments