અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(RCOM) પર નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક કરવા અને ક્રેડિટર્સની કમિટિ બનાવવા માટે RCOMના લેણદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પોંહચ્યા. 

RCOMએ ગયા વર્ષથી નાદારી પ્રક્રિયા પર સ્ટે લીધો હતો પણ મિલકતના વેચાણમાં નિષ્ફળતા મળતા આ વર્ષે ફેબ્રુઆરીમાં જાતે જ નાદારી પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના બોર્ડે કહ્યું હતું કે આ પગલું બધા જ સંબંધિત પક્ષોના હિતમાં હશે. તેનાથી 270 દિવસની અંદર RCOMની મિલકત વેચીને દેવું ચૂકવવાની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે.

 

READ  અનિલ અંબાણીએ આખરે મોટાભાઈ મુકેશ અંબાણી આગળ હાથ લંબાવ્યો, RComને બચાવવા JIO પાસે માગી મદદ

કારોબારમાં નુકસાન થવાને લીધે RCOMએ 2 વર્ષ પહેલાથી જ ઓપરેશન્સ બંધ કરી દીધા છે. RCOMએ રિલાયન્સ જીયોને સ્પેકટ્રમ વેચીને નાદાર થવાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો પણ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકારની મંજૂરીમાં સમય લાગવાથી ડીલ થઈ શકી નહોતી.

આ વર્ષ માર્ચમાં RCOMના ચેરમેન અનિલ અંબાણીએ તેમના મોટા ભાઈની મદદથી એરિકશનના 480 કરોડ રૂપિયા ચૂકવી અને સુપ્રીમ કોર્ટના તિરસ્કારથી બચયા હતા. એરિકશન પહેલા ચાઈના ડેવલપમેન્ટ બેંક પણ નાદારી માટે કોર્ટમાં (NCLT) ગઈ હતી. RCOMએ તેમની પાસે 1 અરબ ડૉલરની લોન લીધી હતી. ત્યારબાદ RCOMએ મુંબઈ સ્થિત તેમની મુખ્ય ઓફિસનો એક ભાગ આપીને સેટલમેન્ટ કર્યુ હતું.

READ  આખરે અનિલ અંબાણીને જેલ જતાં મુકેશ અંબાણીએ બચાવી લીધાં, નાના ભાઈએ પણ આભાર વ્યક્તમાં કરવા કોઇ કસર ન છોડી

આ પણ વાંચો: ગોરખપુરમાં ગર્જના કરશે ગુજરાતના સિંહ, ઝુ એનીમલ એકસચેન્જ હેઠળ મોકલવાની તૈયારી

ગયા અઠવાડિયે 3 તારીખે SBIએ RCOM પર નાદારી પ્રક્રિયાને લઈને RP શોર્ટલિસ્ટ કરવા માટે મિટિંગ રાખી હતી. RCOMના ક્રેડિટર્સની કમિટીને 66 ટકા મત સાથે નવા RP માટે મંજૂરી આપવી પડશે. NCLTની મુંબઈ બેન્ચે હાલના RPને 30 મે સુધી પ્રોગ્રેસ રિપોર્ટ હાજર કરવા માટે આદેશ આપ્યો છે. તે દિવસે કેસની સુનાવણી થશે.

READ  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમ અમદાવાદને અપાવશે નવી ઓળખ, PM મોદી કરી શકે છે ઉદઘાટન

 

Narmada: After touching peak level, Sardar Sarovar dam water level reduces by 6 centimeters | Tv9

FB Comments