કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી ખાતે પહોંચ્યા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા છે. જો કે સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા પત્રકારો સાથે વાત કરી છે. જેમાં તેણે મહારાષ્ટ્ર મુદ્દે કોઈ ચર્ચા ન થવાની વાત કહી હતી. આ બેઠક સંસદ મુદ્દે હોવાનો દાવો કર્યો છે. તો શિવસેના સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે કહ્યું કે, શિવસેના અને ભાજપે સાથે ચૂંટણી લડી હતી. સરકાર બનાવવા માટે શિવસેનાએ પોતાનો રસ્તો નક્કી કરવો પડશે.

READ  જે કામ દુનિયાનો કોઈ ડૉક્ટર પૈસા લઈને પણ ના કરી શક્યો તે કામ સુરતના સરકારી ડૉક્ટરે મફતમાં કરી દીધું

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિત દયનીય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો પત્રકારે પૂછલા પ્રશ્ન મુજબ કે, શિવસેનાએ કહ્યું કે, તેઓ NCP સાથે સરકાર બનાવવા મુદ્દે વાતચીત કરી રહ્યા છે. જેને પર જવાબ આપતા શરદ પવારે જણાવ્યું કે, હકિકતે સોનિયા ગાંધી વૈચારીક રૂપથી શિવસેના સાથે ગઠબંધન કરવા પહેલા સાવધાન છે. કારણ કે, શિવસેના ભાજપની સહયોગી પાર્ટી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખવાના વિચાર સાથે સોનિયા ગાંધીએ સહમતતા દર્શાવી છે.

READ  અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ મામલે બંને સંગઠનના આશરે 25 જેટલા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments