ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

19મેના રોજ લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા જુદી-જુદી ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા અને રાજનિતીક પાર્ટીઓમાંં હલચલ મચી ગઇ છે.

ત્યારે ઉત્સાહના માહોલમાં અભિનેતા વિવેક ઑબેરોયે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને તેના કારણે બોલીવૂડમાં પણ હલચલ મચી ગઇ છે. એગ્ઝિટ પોલના નામે ટ્વિટર પર ઐશ્વર્યા રાયનો એક ફોટો મૂકવામાં આવ્યો છે જે ત્રણ ભાગમાં વહેચાયેલો છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટો સાથે મજાક ઉડાવવામાં આવી છે.

આ ફોટોમાં ઐશ્વર્યાની સાથે સલમાન ખાન, વિવેક ઑબેરોય, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દિકરી આરાધ્યા પણ જોવા મળી રહ્યા છે. પહેલા ફોટામાં  સલમાન અને ઐશ્વર્યા સાથે દેખાી રહ્યા છે. જેને ઑપિનિયન પોલનું નામ આપવામાં આવ્યું છે. બીજા ભાગમાં વિવેક ઑબેરોય અને ઐશ્વર્યા સાથે છે. જેને એગ્ઝિટ પોલનું નામ આપ્યું છે અને છેલ્લા અને ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યાનો ફોટો છે જેને પરિણામ એવું નામ આપ્યું છે. આ ફોટો સાથે બોલિવૂડમાં સલમાન અને વિવિક ઓબેરોયના એશ્વરીયા રાય સાથેના સંબંધને લઈ ટિપ્પણી કરાઈ છે. તો આ ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. સાથે વિવેક ઓબેરોયએ પણ પોતાના ટવીટર પર મૂકી દીધો છે. જેને લઈને વિવાદને હવા મળી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને પરિશ્રમ કર્યા મુજબ ફળ ન મળે, નિરાશા સાંપડે

https://twitter.com/vivekoberoi/status/1130380916142907392

આ પણ વાંચો: એગ્ઝિટ પોલ આવ્યા, શેરબજારમાં દિવાળી લાવ્યાઃ છેલ્લા 10 વર્ષમાં સેન્સક્સમાં આટલો મોટો ઉછાળો અને ડોલર સામે રૂપિયો મજબૂત

આ ટ્વિટ પર મહારાષ્ટ્રની પાર્ટી NCPએ વિવેક ઑબેરોયનો વિરોધ કર્યો છે અને કહ્યુ કે કોઇ પદ્મશ્રી સન્માનિત વ્યક્તિ આવી ભાષા કેવી રીતે વાપરી શકે? રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગ શું કરી રહ્યુ છે?

READ  કેટરીના કૈફ અને આમીર ખાન વચ્ચે લાગી ચેસની ચેેલેન્જ, જો કેટરીના હારી જશે તો સલમાન ખાનના ઘરની સામે કરવું પડશે આ કામ !

Top 9 Metro News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments