શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ

ઘણી વખત પોલીટીકલ પાર્ટીઓના કાર્યકર્તાઓના અતિ-ઉત્સાહના કારણે નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના શંકરસિંહ વાઘેલા સાથે બની રહી છે.

થઈ એવું રહ્યું છે કે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સંગઠને શરદ પવારને પત્ર લખીને શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાની માગ કરી રહ્યાં છે જેના કારણે શંકરસિંહ વાઘેલાને હવે ચૂંટણી નહીં લડવા અગે વાર વાર ખુલાસો કરવાની ફરજ પડી રહી છે.

ગાંધીનગરથી શંકરસિંહ વાઘેલા અને રાજકોટથી પ્રફુલ પટેલને ઇલેક્શન લડાવવા લખાયો પત્ર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશનો આ પત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે ચર્ચાનો વિષય એટલા માટે કે આ 2 પાનાનો પત્ર એનસીપી પ્રમુખ શરદ પવારના નામે લખાયો છે. જેમાં પોરબંદર,પંચમહાલ, રાજકોટ અને ગાંધીનગર સીટ ઉપર પોતાના કદ્દાવર નેતાઓ ઇલેક્શન લડે તેવી માંગ કરાઇ છે. વધુમાં કોંગ્રેસ સાથે ગંઠબંધન થાય તેવી માગ કરી છે.  મહત્વની વાત એ છે કે હવે ગુજરાતના કાર્યકર્તાઓએ ઇચ્છા વ્યક્ત કરી છે કે ગાંધીનગરથી પાર્ટીના મહાસચીવ શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે તો મોટો ફાયદો થઇ શકે છે, તો રાજકોટથી પ્રફુલ પટેલ લડે તો સ્થિતિમાંં ફેર પડી શકે છે.

 

READ  VIDEO: શું મનોરંજન માટે જીવને જોખમમાં મુકવાનો? રાઇડ્સ સંચાલકોની જીદ સામે કેમ ઘૂંટણયે પડ્યું તંત્ર?

 

 

શંકરસિંહ વાઘેલા કરી ચુક્યા છે ચૂંટણી લડવાનો ઇન્કાર

આમ તો શંકરસિંહ વાઘેલા પહેલાં જ ચૂંટમી લડવાનો ઇન્કાર કરી ચુક્યા છે છતાં જે રીતે માગ કરાઇ છે તેને જોઇને લાગે છે સ્થાનિક યુનિટ અને શંકરસિંહ વચ્ચે મતભેદો સ્પષ્ટ દેખાય છે. સુત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં એનસીપી મધ્યપ્રદેશવાળી કરવા જઇ રહી છે એટલેકે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે મુશ્કેલ સીટ ઉપરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિહને ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો હતો. જેને દિગ્વિજય સિંહે સ્વીકારી લીધો છે પણ ગુજરાતનો કેસ થોડો અલગ છે. અહી તો શંકરસિહ વાઘેલાએ ચૂંટણી લડવા નનૈયો ભણી દીધો છે.

READ  Chennai floods : Decoding the city's worst rains in 100 years - Tv9 Gujarati

શંકરસિંહ વાઘેલાનુ રાજકારણ ખતમ કરવામાં કોને છે રસ?

આમ રાજકીય નિષ્ણાંતો માને છે કે જે રીતે એનસીપીની સ્થાનિક યુનિટે શંકરસિંહ વાઘેલાનાના નામ ઉપર જોર આપ્યુ છે.  તેનાથી સ્પષ્ટ લાગે છે કે બન્ને વચ્ચે શીત યુધ્ધ ચાલી રહ્યું છે. સ્થાનિક સંગઠન ઇચ્છે છે કે જો શંકરસિંહ વાઘેલા અને પ્રફુલ પટેલ ગુજરાતમાં ચૂંટણી લડે તો એનસીપી માટે હાઇ પ્રોફાઇલ રાજનિતીક લડાઇ શકે છે. જેમાં એનસીપીના આ બન્ને નેતાઓ જીતે તેવી સંભાવના તો ઓછી છે. જો હારે તો કમ સે કમ શંકરસિંહ વાઘેલાનો ઘડો લાડવો કરી શકાય તેવા પુરતી સંભાવનાઓ તો છે એટલેકે તેમના રાજનીતિક ભવિષ્ય સામે પુર્ણ વિરામ મુકી જ શકાય.

READ  Now, Historical Bilimora-Waghai narrow gauge train to not run - Tv9 Gujarati

શીત-યુદ્ધના કારણે કાર્યકર્તાઓ પરેશાન

સુત્રોનું માનીએ તો જયારથી શંકરસિહ વાઘેલા એનસીપીમાં આવ્યા છે ત્યારથી તેઓ એનસીપીના સંગઠનમાં મોટા ફે ફાર કરવા માગે છે. જેમા પ્રદેશ પ્રમુખ જયંત પટેલને પણ તેઓ બદલવા માંગે છે. આ બાબતને  લઈને હવે જંયત પટેલનો જુથ નારાજ છે જેથી માનવામા આવે છે કે બન્ને વચ્ચે શિત યુધ્ધ ચાલી રહ્યું છે.   શિત યુધ્ધના કારણે જ આ પત્ર શરદ પવારને લખાયો છે. આ બંને નેતાઓના શીત-યુદ્ધની વચ્ચે કાર્યકર્તાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 

Top News Stories Of Gujarat : 29-01-2020| TV9News

FB Comments