દેશના રાજકરણમાં સૌથી મહત્વની બનશે ગાંધીનગર બેઠક, અમિત શાહ સામે ઉતરી શકે છે શંકર સિંહ વાઘેલા મેદાનમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ ભાજપના હજી 15 ઉમેદવારોની યાદી જાહેર થઇ છે ત્યારે કોંગ્રેસ પોતાની સંપૂર્ણ યાદી જાહેર કરી શકી નથી. ત્યારે આજે એક આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત કરી હતી, ત્યારે અમિત શાહ સામે શંકરસિંહ બાપુએ જંગ છેડી દીધો છે.

હાલ અહેવાલ મળી રહ્યા છે કે, એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અમિત શાહ સામે ચૂંટણી લડી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો ગુજરાત એનસીપીએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજૂવાત કરી છે કે શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે.

આ તરફ એવી પણ વાતો સામે આવી રહી છે કે, કોંગ્રેસનાં નેતા ડો. સી.જે. ચાવડા અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગર મતવિસ્તારમાં ચૂંટણી લડી શકે છે. ગાંધીનગર સીટ પરથી શંકરસિંહ મેદાનમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી બાજુ એવું પણ કહી શકાય છે કે, શંકરસિંહ ગાંધીનગર સિવાય સાબરકાંઠા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી શકે છે. શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવતા હોવાની વાતથી રાજકારણમાં નવા સમીકરણ હાલ બંધાઇ રહ્યા છે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

ખાસ વાત એ છેકે શંકરસિંહે પોતાની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી શરૂ કરી હતી. તેમણે 1995માં ભાજપને સત્તા મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ સત્તાનું સુકાન કેશુભાઇ પટેલને આપવામાં આવતા બાપુએ બળવો કર્યો હતો. જે પછી તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી મુખ્યમંત્રી બનીને ભાજપની સરકાર ઉથલાવી હતી. જે પછી તેઓ 1998માં કોંગ્રેસમાં જોડાયા હતાં.

Singers showered with wads of cash at cow protection programme in Tharad,Banaskantha|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું ‘કેમ છો ?’ તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

Read Next

રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?

WhatsApp પર સમાચાર