NDDB દ્વારા પોષણ જાગૃતિ અભિયાનનો પ્રારંભ, 5 દિવસ સુધી લોકોને માહિતગાર કરાશે

રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)દ્વારા આજે ભારત સરકારના રાષ્ટ્રીય પોષણ મહીનાની ઉજવણીના અનુરૂપ પોષણ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. જેમાં NDDB દ્વારા 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન પોષણ જાગૃતિની વિવિધ માહિતી આપતા રથ આણંદ જિલ્લાના અલગ અલગ સ્થળો પર ફરશે.

કુપોષણએ આપણા દેશમાં બીમારીઓ અને ઊંચા મૃત્યુદર પાછળનું મુખ્ય કારણ છે. શરીરમાં પોષકતત્વોના અપૂરતા સેવનને કારણે આ સમસ્યા ઉદભવી છે. જેના કારણે મોટી સંખ્યામાં બાળકો અવિકસિત રહી જાય છે. જેમાં બાળકોમાં નાના કદ અને ઓછા વજનની સમસ્યા મુખ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

NFHSના રીપોર્ટ પ્રમાણે આપણા દેશમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 36 ટકા બાળકો નિયત કરતા ઓછુ વજન ધરાવે છે અને 38 ટકા બાળકો નાના કદના જોવા મળે છે. આ બધી બાબતોમાં જાગૃતિ લાવવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ હંમેશા સમાજમાં જુદા જુદા કાર્યક્રમો કરી કુપોષણને ઘટાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે.

READ  SC refused to modify its earlier order on firecrackers selling, ban on sale to continue - Tv9

દેશમાં હાલના સમયમાં જુદા જુદા સ્થળો પર આર્ટીફીશીયલ મિલ્ક પકડવાની ઘટનાઓ બની રહી છે. આ દુધના ઉપયોગના લીધે માનવ શરીરમાં તેની અસરો પણ થઈ શકે છે. આવા દુધને રોકવા NDDB દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવશે કે કેમ તે પ્રશ્નો જવાબ આપતા NDDBના ચેરમેન દિલીપ રથે જણાવ્યું કે આર્ટીફીશીયલ મિલ્ક ડેરી કોઓપરેટીવ સીસ્ટમ છે, તેની પર ખુબ જ કામ કર્યુ છે. કો ઓપરેટીવમાં ગામડાથી લઈને પ્રોસેસિંગ પ્લાન્ટ અને રીટેલરમાં જે સીસ્ટમ બનાવી છે. તે ફુલ પ્રૂફ છે પણ અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં અમે સાંભળીએ છીએ કે ક્યારેક ક્યારેક દુધમાં મિલાવટ થઈ રહી છે. ભારત સરકારના ફૂડ અને હેલ્થ ડીપાર્ટમેન્ટ કાર્યવાહી કરી રહ્યું છે. આગળ ચાલીને ભેળસેળની સમસ્યા ઓછી થઈ રહી છે.

READ  ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાની નિમણૂક, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું કામ દેશમાં આવેલા જુદા જુદા રાજ્યોમાં ડેરી ઉદ્યોગોનો વિકાસ કરવાનું છે. તેમને જુદા જુદા કાર્યકમો દ્વારા ડેરી ઉદ્યોગને મદદ કરી દેશનું દરેક રાજ્ય ડેરી ઉદ્યોગમાં આગળ વધે તે જોવાનું છે અને NDDB દ્વારા આણંદના અમુલ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. જો કે અમુલ મોડલ અપનાવવા છતાં પણ હાલમાં અન્ય રાજ્યોમાં ડેરી ઉદ્યોગ જોઈએ તેટલો આગળ વધી શક્યો નથી.

તેના જવાબમાં ચેરમેન દિલીપ રથે જણાવ્યું કે અમે અમુલનું જે કો ઓપરેટીવ મોડલ દેશમાં ફેલાવ્યુ છે, દરેક રાજ્યમાં મોડલ છે પણ ઘણા કારણોથી કો-ઓપરેટીવ આગળ વધી નથી શકતુ, પ્રોડ્યુસર કંપની દેશમાં વધી રહી છે.

READ  Mumbai : Celebrities, Fan Gather To Bid Farewell To Sridevi - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુપોષણની સમસ્યાને ઉકેલવાના ઉદ્દેશથી NDDB દ્વારા ફાઉન્ડેશન ફોર ન્યુટ્રીશનની સ્થાપના કરવામાં આવી છે. જેમાં આ કાર્યક્રમ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દૂધ વિનામૂલ્યે પૂરુ પાડી શકાય, ફાઉન્ડેશન ફોર ન્યુટ્રીશનના ગીફ્ટ પ્રોગ્રામ હેઠળ સોમવારથી શનિવાર સુધી સરકારી શાળાઓમાં પ્રત્યેક બાળકને 200 મિલી ફ્લેવર્ડ દૂધ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છે અને અત્યાર સુધી આ કાર્યક્રમ અંતર્ગત દેશના 7 રાજ્યોમાં લગભગ 48 હજાર બાળકોને પ્રતિ દિવસનું અંદાજીત 70 લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

Oops, something went wrong.
FB Comments