પાણી બચાવવાની શીખ બોરસદના આ યુવાન પાસેથી લેવાની જરૂર છે

પાણી બચાવવા મોટા ભાગે લોકો માત્ર પાણીદાર વાતો કરતા હોય છે તો કેટલાક ગામડાઓમાં જાગૃત નાગરિકો જળસંચય માટે ઓપન વેલ પણ બનાવતા હોય છે પણ શહેરમાં જળસંચય બાબતે લોકો હજી ગંભીર નથી, ત્યારે બોરસદના એક નાગરિક દ્વારા પાણી બચાવવા માટે પાણીદાર પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

 

સામાન્ય રીતે ઘરમાં લગાવેલા આર ઓ સીસ્ટમ હોય કે મોટા પ્રમાણમાં પાણીને શુદ્ધ કરવાનો આર ઓ પ્લાન્ટ તેમાં પાણીનું શુદ્ધિકરણ તો થાય છે પણ જેમાં 50  ટકા પાણીના શુદ્ધીકરણ સામે 50  ટકા પાણી વેસ્ટ જાય છે અને આવું પાણી મોટાભાગે લોકો ગટરમાં જ વહેવડાવી દે છે. બોરસદના નાગરિક ૧૭ વર્ષથી મિનરલ વોટરનો વ્યવસાય કરતા દુષ્યંત  પટેલને પાણી બચાવવાનો વિચાર આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેથી તેમને વેસ્ટેજ પાણીનો નિકાલ ગટરમાં કરવાને બદલે પોતાના પ્લાન્ટ પાસે જ રીવર્ષ બોર બનાવ્યો છે. જેનો ઉપયોગ આર ઓ પ્લાન્ટમાંથી નીકળેલા વેસ્ટ પાણીને પાછુ જમીનમાં ૨૫૦ ફૂટ નીચે ઉતારવામાં આવે છે.

READ  અમૂલ MDના ડ્રાઈવરના પુત્રએ પાસ કરી IIM અમદાવાદની પરીક્ષા

દુષ્યંત પટેલે જણાવ્યું કે (આર ઓ પ્લાન્ટ માલિક ,બોરસદ ) મારે 200 જગનું પ્રતિ દિવસનું વેચાણ છે. ફિલ્ટર કરવામાં 200 જગ જેટલું પાણી વેસ્ટેજ જાય છે,પહેલા ખબર પણ હતી તો ગટરમાં વહેવડાવી દેતા હતા પણ હવે રીવર્ષ બોર બનાવ્યો છે. 250 થી 300 ફૂટ ઉંડા આ રીવર્ષ બોરમાં વેસ્ટેજ પાણી જમીનમાં ઉતારવામાં આવે છે. જે પાણી આપણને જ કામમાં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આર. ઓ. સીસ્ટમ એટલે રીવર્સ ઓસ્મોસીસ સીસ્ટમ આ મશીન સામાન્ય રીતે પાંચ સ્ટેજમાં કામ કરે છે અને ખરાબ તેમજ ક્ષાર વાળા દુષિત પાણીનો નિકાલ કરીને પાણીને પીવાલાયક બનાવે છે.

તેમજ પાણીનાં ટી. ડી. એસ. (ક્ષાર નું પ્રમાણ) કંટ્રોલ કરે છે. જેમાં પ્રી ફીલ્ટર પાણીમાંથી રેતી, માટી, કચરો, રેશા, વગેરે દુર કરે છે. સેડીમેન્ટ ફીલ્ટર પ્રી-ફીલ્ટરેશન થઈ ગયા પછીની બાકી રહી ગયેલી અશુદ્ધિઓ, જીણો કચરો અને માટીને મશીનમાં આગળ વધતા રોકે છે. પ્રીકાર્બન ફીલ્ટર પાણીમાંથી દુર્ગંધ દુર કરે છે. મેમ્બરન આ મશીનમાં સૌથી વધુ મહત્વનું કામ કરે છે. તે પાણીમાંથી ક્ષાર, વાયરસ, અને બેકટેરીયા જેવી અશુદ્ધિઓને દુર કરીને સામાન્ય પાણીને “મીનરલ વોટર” માં પરીવર્તિત કરે છે.

READ  VIDEO: કોલેજના પ્રિન્સિપલને ગુસ્સો આવ્યો અને વિદ્યાર્થીઓના 16 મોબાઈલ પર હથોડા મારીને તોડી નાખ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોસ્ટકાર્બન ફીલ્ટર પાણીમાંથી ખરાબ સ્વાદ, ગેસ, કે ક્લોરીનની દુર્ગંધને દુર કરીને શુધ્ધ પાણી બનાવે છે. જો કે આટલી લાંબી  પ્રક્રિયામાં 50  ટકા પાણીના શુદ્ધિકરણ સામે 50  ટકા પાણી વેસ્ટેજ જતું હોય છે, તેથી જો સરકાર દ્વારા મિનરલ પ્લાન્ટ માલિકોને ફરજીયાત રીવર્ષ બોર બનાવવાની સૂચનાઓ આપવામાં આવે તો પાણીનો જરૂર બચાવ કરી શકાય છે.

દુષ્યંત  પટેલ (આર ઓ પ્લાન્ટ માલિક બોરસદ )એ જાતે જ વિચાર કર્યો અને 2-3 બોર બનાવનારને પૂછ્યું ,એક દિવસનું 4000 લીટર પાણી વેસ્ટ જાય એટલે મહિનામાં 1 લાખ લીટર પાણી વેસ્ટ જાય એટલે વાર્ષિક 12 લાખ લીટર પાણી ગટરમાં વહી જાય. અન્ય આર ઓ ફિલ્ટર પ્લાન્ટ વાળા મિત્રોને પણ રીક્વેસ્ટ કરું છું.

[yop_poll id=”1″]

કદાચ કેટલાક લોકો આવા રીવર્સ બોર બનાવવાનું વિચારતા હશે. પરંતુ બોર બનાવવાનો ખર્ચ અને તેમાં વપરાતા મટીરીયલ વિશે કોઈ જાણકારી હોતી નથી, તેથી આ પ્રકારના બોર બનાવવાની કોઈ તસ્દી લેતું નથી.

READ 

આ બોર બનાવવાનો ખર્ચ 45 હજાર જેટલો ખર્ચ થતો હોય છે અને તેની વેલીડીટી લાઈફ ટાઇમની હોય છે, એટલે એક વખત રીવર્ષ બોર બનાવ્યા પછી તેની કોઈ વિશેષ તકેદારી લેવાની હોતી નથી. વર્તમાન સમયે પાણીના તળ ખુબ જ ઉંડા ઉતરી ગયા છે. પાણી વિના ફળ, ફુલ, ઝાડ લીલોતરી સુકાઇ ગયા છે.

આ પણ વાંચો: ભગવાન જગન્નાથનું મોસાળ, જ્યાં 1 મિનિટમાં 1600થી વધુ લોકો કરી લે છે ભોજન

માનવ પાણી બનાવી ના શકે પરંતુ પાણીનો બચાવ જરૂર કરી શકે તેમ છે. તેનું ઉત્તમ ઉદાહરણ બોરસદના દુષ્યંત  પટેલે પૂરું પાડ્યુ છે. અન્ય પ્લાન્ટ માલિકો પણ કદાચ આ પ્રકારનો પ્રયાસ કરશે તો તેમના વિસ્તારોમાં પણ પાણીના જળ સ્તર ઊંચા આવવાની શક્યતાઓ રહેલી છે.

 

Vadodara: Disciple of Baglamukhi temple tantrik missing for 4 years, fugitive tantrik booked

FB Comments