નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સરકારનો ચોંકાવનારો નિર્ણય, તમામ રાજ્યપાલને પદ પરથી કર્યા દૂર

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સરકારે ચોંકાવનારો નિર્ણય કર્યો છે. રવિવારે નેપાળ સરકારે તમામ સાત પ્રદેશના રાજ્યપાલને બરખાસ્ત કરી દીધા છે. રવિવાર સાંજ સુધી કેબિનેટની આપતકાલીન બેઠકમાં તમામ રાજ્યપાલને બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યા હતો.

Image result for nepal pm

આ પણ વાંચોઃ પાસપોર્ટમાં ચેડાં કરીને અમેરિકાના વિઝા મેળવી આપવાનું કૌભાંડ, વિઝાના કામ માટે લેતો હતો આટલા રૂપિયા

નેપાળ સરકારની કેબિનેટની રજૂઆત પર રાષ્ટ્રપતિ કાર્યાલયને એક યાદી જાહેર કરવામાં આવી. જેમાં આ નિર્ણય અંગેનો ઉલ્લેખ છે. મહત્વનું છેકે, આ તમામ રાજ્યપાલની નિયુક્તિ પૂર્વ સરકારે કરી હતી. અને નવી સરકાર બન્યા પછી રાજ્યપાલોને હટાવવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સરકાર બન્યાના 2 વર્ષ પછી અચાનક આ નિર્ણય કરવામાં આવ્યો છે.

READ  વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદી શકાય!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નેપાળમાં અત્યારે કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. અને કેપી શર્મા ઓલી પ્રધાનમંત્રી છે. કેપી ઓલી સરકાર પાસે સંસદમાં 2 તિહાઈ બહુમત છે. જે રાજ્યપાલને પદ પરથી દૂર કરાયા તે તમામ નેપાલી કોંગ્રેસ સરકારના સમયમાં નિયુક્ત કરાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

 

 

FB Comments