મૅગીએ પોતે પહેલી વાર સુપ્રીમ કોર્ટમાં માની લીધું કે મૅગી ખાવી એટલે ધીમે-ધીમે મોતના મોઢામાં જવું !

ગ્લોબલ ફૂડ એન્ડ બેવરેજિસ કંપની નેસ્લે ઇન્ડિયા (Nestle India)એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કર્યું છે કે તેની સૌથી લોકપ્રિય એફએમસીજી પ્રોડક્ટ મૅગી (Maggi)માં લેડ એટલે કે સીસાનું પ્રમાણ હતું.

સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી દરમિયાન નેસ્લે ઇન્ડિયાના વકીલોએ આ વાતનો સ્વીકાર કર્યો.

સુનાવણી દરમિયાન નેસ્લના વકીલોની આ સ્વીકારોક્તિ બાદ સરકાર વર્સિસ નેસ્લની લડાઈ વધુ એક વાર જોર પકડે, તેવી શક્યતા ઊભી થઈ છે.

સુપ્રીમ કોર્ટે મૅગીમાં લેડના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા નોંધવામાં આવેલ કેસ પર સુનાવણી કરી.

નોંધનીય છે કે આરોગ્ય સલામતીના માપદંડો પૂરા ન કરવા પર ગયા વર્ષે 550 ટન મૅગી નષ્ટ કરી દેવાઈ હતી. આ ઉપરાંત સરકારે વળતર તરીકે 640 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.

સુપ્રીમ કોર્ટના જજે નેસ્લેના વકીલને કહ્યું કે તેઓ લેડ યુક્ત નૂડલ કેમ ખાય ? પહેલા તર્ક આપ્યો હતો કે મૅગીમાં લેડનું પ્રમાણ પરમીસિબલ લિમિટની અંદર હતું, જ્યારે હવે સ્વીકારી રહ્યા છે કે મૅગીમાં લેડ હતું.

શું છે આખો મામલો?

વર્ષ 2015માં મૅગીમાં લેડનું પ્રમાણ 17.2 પીપીએમ હોવાનો ખુલાસો થયો હતો, જ્યારે આ પ્રમાણ 0.01થી 2.5 પીપીએમ સુધી જ હોવું જોઇએ. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મૅગીના સૅમ્પલ લીધાં અને તેની તપાસ કરાવી, તો મૅગીમાં લીડનું પ્રમાણ નક્કી મર્યાદા કરતા વધુ મળી આવી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ ખુલાસા બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોએ પોતાને ત્યાં મૅગીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દિધો. ભારતીય ખા્ય સંરક્ષા તતા માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ પણ મૅગીના તમામ વર્જન્સને અસલામત જાહેર કરી કંપનીના તેના પ્રોડક્શન તથા વેચામ પર પ્રતિબંધ લગાવી દિધો હતો. એફએસએસએઆઈએ તે સમયે કહ્યુ હતું કે નેસ્લેએ પોતાના ઉત્પાદન પર મંજૂરી લીધા વગર અને જોખમ-સુરક્ષા આકલનને મૅગી ઓટ્સ મસાલા નૂડલ્સ માર્કેટમાં ઉતાર્યુ હતું કે જે કાયદાકીય રીતે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

લેડ કેટલું ઘાતક?

ફૂડ સેફ્ટીના નિયમો મુજબ જો પ્રોડક્ટમાં લેડ અને મોનોસોડિયમ ગ્લૂટામેટ (એમએસજી)નો ઉપયોગ કરાયો હોય, તો પૅકેટ પર તેનો ઉલ્લેખ ફરજિયાત છે. એમએસજીથી મોઢા, માથા અને ગળામાં બળતરા, સ્કિન એલર્જી, હાથ-પગમાં નબળાઈ, માથાનો દુઃખાવો અન પેટની તકલીફો થઈ શકે છે.

તબીબોના જણાવ્યા મુજબ બહુ વધુ પ્રમાણમાં લેડનું સેવન ગંભીર આરોગ્ય મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આનાથી ન્યૂરોલૉજિકલ પ્રૉબ્લેમ્સ, રક્ત પ્રવાહમાં સમસ્યા અને કિડની ફેલ થવા સુધીની નોબત આવી શકે છે. લેડનું વધુ સેવન બાળકો માટે સૌથી વધારે ખતરનાક છે. આનાથી બાળકોનો વિકાસ રુંધાઈ શકે છે, પેટ દર્દ, નર્વ ડૅમેજ તથા બીજા અંગોને પણ નુકસાન પહોંચી શકે છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Man stabbed to death in broad daylight, Rajkot - Tv9

FB Comments

Hits: 27693

Comments are closed, but trackbacks and pingbacks are open.