ટેક્સ, પેન્શન, બૅન્કિંગ, ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત આ નિયમો આજથી બદલાયા, સામાન્ય લોકો પર થશે આ અસર

આજથી એટલે કે 1 ઓક્ટોબરથી દેશભરમાં ઘણા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડવાની છે. બૅન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને GST માટે બૅન્ક અને સરકાર દ્વારા જૂના નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

હોટલ પર GST ટેક્સ ઓછો કરવામાં આવશે. હોટલમાં 7,500 રૂપિયા સુધીના ભાડાવાળા રૂમ પર GST 12 ટકા થવાનો છે. 1 હજાર રૂપિયા સુધીના બિલ પર કોઈ ટેક્સ નહી લાગે. અત્યાર સુધી 7,500 રૂપિયાથી ઓછા હોટલ ભાડા પર 18 ટકા GST આપવો પડતો હતો, જ્યારે 7,500 રૂપિયાથી વધારેના હોટલ ભાડા પર 28 ટકા GST લાગતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

માઈક્રોચિપવાળા નવા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની દિશામાં કામ થશે. નવા નિયમ હેઠળ હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો રંગ એક સમાન થઈ જશે. નવા નિયમ લાગૂ થયા પછી ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકમાં માઈક્રોચિપ સિવાય QR કોડ આપવામાં આવશે. તેના માટે પૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આર્થિક સુસ્તી વચ્ચે સરકારને વધુ એક ઝટકો, ઓક્ટોબર મહિનામાં GST કલેક્શનમાં થયો આટલો ઘટાડો

 

 

પેટ્રોલ-ડીઝલ પર કોઈ કેશબેક મળશે નહી. SBI ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ લેવા પર હવે 0.75 ટકા કેશબેક મળશે નહીં. ત્યારે પેન્શન પોલિસીમાં પણ ફેરફાર થવાનો છે. 7 વર્ષ સેવા પૂરી કરવાવાળા કર્મચારીના મૃત્યુ થવા પર પરિવારના લોકોને વધારેલું પેન્શન આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SBI બૅન્ક નવા નિયમ લાગૂ કરી રહી છે. SBIના નવા નિયમ હેઠળ બૅન્ક તરફથી નિર્ધારિત માસિક જમા રકમ ના મુકવાના દંડમાં 80 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. તે સિવાય મેટ્રો સિટી ગ્રાહકોને SBI 10 ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે, જ્યારે અન્ય શહેરો માટે 12 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે. ત્યારે કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી 22 ટકા થશે. 13 સીટર પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસ ઘટશે અને સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગશે.

READ  આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

 

Anand: Mentally unstable youth jumps off mobile tower, dies| TV9News

FB Comments