મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. શપથ સમારોહ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા 2 દિવસમાં અનેક બેઠક યોજાઈ છે. તો પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ PM મોદીએ ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પોતાના પુત્રને Tv પર જોઈ રહ્યા છે હિરાબા

 

READ  વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?

કોણ છે એસ.જયશંકર
1977ની બેચના IFS અધિકારી એસ.જયશંકર વિદેશના મામલાઓમાં ખૂબ મોટા વિદ્વાન છે. સાથે તેમને એકદમ હોશિયાર અને ચપડ અધિકારી માનવામાં આવે છે. એસ.જયશંકરને જાન્યુઆરી 2015માં કેન્દ્ર સરકારે વિદેશ સચિવ બનાવ્યા હતા. તે સિવાય તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહ્યા હતા. તો બીજી તરફ એવુ પણ માનવામાં આવે છે કે આ વખતે મંત્રી મંડળમાં સુષમા સ્વરાજના ખાલી પદ પર તેમને જવાબદારી આપવામાં આવી શકે છે.

READ  ભાત બનાવ્યા બાદ જો તમે તે ભાતનું પાણી ફેંકી દો છો તો આ ખબર છે તમારા માટે, આ પાણીના ફાયદાઓ જાણીને લાગશે નવાઈ
Oops, something went wrong.
FB Comments