મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

ત્રણ તલાકની પ્રથાને રદ કરવા માટે સરકારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં બિલ રજૂ કરાયું તે દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારે આ હોબાળા વચ્ચે પણ કાનૂન પ્રધાન રવિ શંકર પ્રસાદે બિલ રજૂ કર્યું હતું. આ બિલનું નામ મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક-2019 છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ VIDEO: સિવિલ હોસ્પિટલમાં ભાજપના MLAએ ડૉક્ટરોને કહ્યું, “મસ્તી બંધ નહીં તો ટાટીયા તોડી નાખીશ”

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ ત્રણ તલાકનું બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. પરંતુ રાજ્યસભામાં સરકાર પાસે બહુમત ન હોવાથી પાસ થઈ શક્યું નહોતું. પરંતુ આ વખતે કેન્દ્રીય પ્રધાન જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ જશે. 17મી લોકસભાના પહેલા સત્રમાં સરકાર ત્રણ તલાકના સહિત 10 બિલ રજૂ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રણ તલાક પર શા માટે ફરી બિલ લાવવું પડ્યું?

READ  હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

સંસદીય નિયમો મુજબ કોઈ પણ બિલને લોકસભામાં રજૂ કર્યા બાદ રાજ્યસભામાં પાસ કરાવવું પડે છે. પરંતુ રાજ્યસભામાં બિલ પાસ ન થતાં તે લોકસભાના ભંગની સાથે નિષ્પ્રભાવી બની જાય છે. ત્યારે ત્રણ તલાકના બિલની સાથે પણ આવું જ કંઈક થયું હતું. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ત્રણ વખત બિલ રજૂ કરાયું હતું. પણ 16મી લોકસભાના કાર્યકાળ સુધી બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. આ કારણથી મોદી સરકારને 17મી લોકસભામાં ફરી બિલને રજૂ કરવું પડ્યું છે.

READ  કોંગ્રેસમાં રાહુલ ગાંધી પહેલા મોટી સંખ્યામાં રાજીનામા પડ્યા, દીપક બાબરિયાએ પણ પણ આપ્યું રાજીનામું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

FB Comments