નવું વર્ષ.. નવા નિયમો! સામાન્ય માણસને થશે સીધી અસર! જાણો શું છે આ નિયમો?

New Year .. New Rules! Ordinary people will have a direct impact! Learn what these rules are?

દેશવાસીઓ 2019ને ગુડબાય કહી 2020ને આવકારવા થનગની રહ્યાં છે ત્યારે સામાન્ય માણસોની જિંદગીમાં 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. તો ચાલો જાણીએ આ નવા નિયમો શું છે.

1. એક દેશ, એક રેશનકાર્ડ
જીએસટીની જેમ મોદી સરકારે રેશનકાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે જેથી હવે એક સ્થળેથી અન્યત્ર સ્થળે જતા લોકોને નવું રેશનકાર્ડ કઢાવવાની જરૂર નહીં પડે. 1 જૂન 2020થી નિયમ અમલી બનશે. જૂના કાર્ડ પર જ નવું કાર્ડ મળશે. આ કાર્ડ થકી કોઈ પણ દુકાનથી કરિયાણું ખરીદવાની છૂટ મળશે.

2. નવા વર્ષથી ફાસ્ટૈગ જરૂરી
રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ થઈ ગયું છે. 15 જાન્યુઆરીથી ગાડીઓ પર ફાસ્ટૈગ ફરજીયાત થશે. આ નિયમથી વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ફાસ્ટૈગ લાઈન પરથી અન્ય ગાડી પસાર થશે તો બમણો ટેક્સ ચુકવવો પડશે.

READ  Gujarat continues to reel under heat - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. સોનાની ખરીદીમાં હોલમાર્ક ફરજીયાત
મોદી સરકાર નવા વર્ષે સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરતું નિશાન હોલમાર્ક ફરજીયાત કરવા જઈ રહી છે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં દેશભરમાં તે અમલી બનશે. સોનાના વેપારીઓએ ફરજીયાત હોલમાર્ક વાળુ સોનું વેચવું પડશે.

4. સિનિયર સિટીઝન બચત સ્કિમમાં ફેરફાર
60 વર્ષે નિવૃત્તિ બાદ રોકાણકારને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં ફાયદો મળશે. SCSSમાં બેંકની એફડી કરતા વધુ વ્યાજ મળશે પરંતુ ખાતું 5 વર્ષ બાદ મેચ્યોર થતું હોવાથી વહેલા પૈસા ઉપાડી શકાશે નહીં.

READ  રાજકોટમાં સિંગતેલના ભાવમાં તેજી યથાવત્! ડબ્બાના ભાવ 1950એ પહોંચ્યા, જુઓ VIDEO

5. વીમા પોલિસીમાં ફેરફાર
ઈરડાના આદેશ અનુસાર વીમા પોલિસીમાં નવા નિયમો લાગુ થતા પ્રિમિયમ વધી જશે આટલું જ નહીં ગેરંટી રિટર્ન પણ ઓછું મળશે. યુલિપ રોકાણકારો માટે મિનિમમ લાઈફ કવર ઘટી જશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO

6. કાર ખરીદવી મોંઘી પડશે
1 જાન્યુઆરીથી જ તમામ કંપનીઓ કિંમત વધારશે. BS VI લાગુ થયા બાદ ખર્ચ વઘતા મારૂતિ, ટાટા, હ્યુંડાઈએ કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. ડોલરની સામે ઘટતો રૂપિયો પણ ભાવ વધારા પાછળ જવાબદાર છે.

READ  સલમાન ખાન અને તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો

7. ફ્રિઝ, AC થશે મોંઘાદાટ
નવા વર્ષે જ ફ્રિઝ, એસી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો 6 હજાર રૂપિયા સુધી મોંઘા થઈ જશે. નવા એનર્જિ લેવલિંગ નિયમો લાગુ થવાના કારણે 5 સ્ટાર એસી અને 165 લીટરથી વધુના ફ્રીઝના ભાવ વધશે.

8. ડેબિટ, ક્રેડિટ કાર્ડ બંધ થશે
SBIએ તમામ ગ્રાહકોને મેગ્નેટિક સ્ટ્રિપ ડેબિટ કાર્ડને EMV ચીપમાં બદલવા કહ્યું હતું. જેની અંતિમ તારીખ 31 મી ડિસેમ્બર 2019 છે ત્યારબાદ જૂના કાર્ડ બ્લોક થશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments