ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડની જીત બાદ સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પાકિસ્તાનની આશા પર પાણી ફરી ગયુ, વિશ્વ કપમાંથી બહાર થવાનું નક્કી

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વિશ્વ કપની મેચમાં ઈંગ્લેન્ડે 119 રનથી વિજય મેળવ્યો છે. આ જીતની સાથે જ ઈંગ્લેન્ડે વિશ્વ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે.

ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડની ટીમ છે, જે સેમીફાઈનલમાં તેમની જગ્યા બનાવી શકે છે. પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે પણ તેમનો રસ્તો ખુબ મુશ્કેલ છે. ઈંગ્લેન્ડની જીત પછી પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં સ્થાન મેળવવું ખુબ જ મુશ્કેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અત્યાર સુધી 3 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા 14 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને, ભારત 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને, ઈંગ્લેન્ડ 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ન્યૂઝીલેન્ડ 11 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. ત્યારે પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર પાંચમાં નંબરે છે.

READ  UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પાકિસ્તાનની આગામી મેચ બાંગ્લાદેશની સામે 5 જુલાઈએ છે. જો તે મેચ બાંગ્લાદેશ હારી જશે તો પોઈન્ટ ટેબલ પર પાકિસ્તાનના 11 પોઈન્ટ થઈ જશે. ત્યારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઈન્ટ બરાબર થઈ જશે. ત્યારે બરાબર પોઈન્ટ હોવાને કારણે સેમીફાઈનલનો નિર્ણય નેટ રનરેટના આધાર પર થશે.

READ  વડાપ્રધાન મોદીએ નિહાળ્યું સૂર્યગ્રહણ, તસ્વીરો સોશિયલ મીડિયા પર કરી શેયર

આ પણ વાંચો: પુરીમાં ભગવાન જગ્નનાથની રથયાત્રાનો પ્રારંભ, જાણો કેટલા અઠવાડિયા માટે મોસાળમાં રહેશે ભગવાન જગ્નનાથ

ઈંગ્લેન્ડ સામે મળેલી હાર પછી ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ 0.175 છે, જ્યારે પાકિસ્તાનની નેટ રનરેટ હાલમાં -0.792 છે. નેટ રનરેટ મુજબ બંને ટીમોની વચ્ચે મોટું અંતર છે. ત્યારે જો પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવુ હોય તો બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટેનું પ્રથમ ગણિત છે કે તેમને પહેલા બેટિંગ કરવી પડશે, જો એવું નહી થાય તો પાકિસ્તાન પોતાની રીતે જ સેમીફાઈનલની રેસ અને વિશ્વ કપ 2019થી બહાર થઈ જશે. બીજુ ગણિત એ છે કે જો પાકિસ્તાન પહેલા બેટિંગ કરીને 308 રનનો સ્કોર કરે છે તો બાંગ્લાદેશને પણ 308 રનથી હરાવવુ પડશે, જે અસંભવ છે.

READ  મહામારી વચ્ચે મદદની ગુહાર, ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા

[yop_poll id=”1″]

ત્યારે ત્રીજુ ગણિત એ છે કે જો પાકિસ્તાન 350નો સ્કોર કરે છે તો તેને બાંગ્લાદેશને 312 રનથી હરાવવુ પડશે. ચોથુ ગણિત એ છે કે જો પાકિસ્તાન 400 રનનો સ્કોર કરશે તો તેને બાંગ્લેદેશને 316 રનના વિશાળ સ્કોરથી હરાવવુ પડશે. તેથી નક્કી છે કે પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે નહી, સાથે જ વિશ્વ કપ 2019થી બહાર થવું લગભગ નક્કી છે.

 

Oops, something went wrong.
FB Comments