ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

11 વર્ષની બાળકીએ એવું સાહસ દાખવ્યું છે કે લોકો વખાણ કરી રહ્યાં છે. મોતની સામે ભાથ ભીડીને પોતાના ભાઈને બચાવવા માટે તેને ચિત્તાનો પ્રતિકાર કર્યો. 4 વર્ષના ભાઈને ચિત્તો નુકસાન ન પહોંચાડે તે માટે તે ભાઈ પર સૂઈ ગયી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

READ  અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

ચિત્તાએ 11 વર્ષની રાખી પર હુમલો કર્યો. રાખીએ પોતાના ભાઈ રાઘવને બચાવવા માટે ચિત્તાની સામે બાથ ભીડી. ચિત્તાએ તેની પર હુમલો કર્યો અને તે ગંભીર રીતે ઘવાઈ. આ ઘટનાની ચીંસો વચ્ચે ગામના લોકો પહોંચી જાય છે અને ચિત્તો ભાગી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શું કોંગ્રેસની "આશા" પરત આવશે ? ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત શરૂ

 

આમ ભાઈને બચાવવા માટે બહેન ઘાયલ થઈ ગયી. તેની હાલત ભારે ગંભીર હોવાથી દિલ્હી ખાતેની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. એક મંત્રી આગળ આવ્યા અને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં તેને હાલ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ બાળકીને રાષ્ટ્રપતિ બહાદુરી એવોર્ડ આપવામાં આવશે તેવી વાત પણ ચાલી રહી છે. આ ઘટના ઉત્તરાખંડમાં બીરોંખાલ વિસ્તારમાં બની છે. ભાઈને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે જ્યારે તેની બહેન રાખી ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલમાં જ દાખલ છે.

READ  અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો

 

BJP workers perform 'hawan' on Amit Shah's b'day in Jahangirpura, Surat | Tv9

FB Comments