ટૂંક સમયમાં દરેક ફોનમાં આવી જશે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ‘નાવિક’, વાંચો ખબર

ભારતમાં હાલ બધા જ ફોનમાં જીપીએસ સિસ્ટમ છે. જેના દ્વારા આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. જીપીએસ અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ઈસરો ભારત માટે અલગથી Navic એટલે કે નાવિક સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે જે આ વર્ષના અંત સુધી નવા તમામ ફોનમાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગરીબોને વાર્ષિક રૂ.72 હજાર બાદ રાહુલ ગાંધીનો વધુ એક વચન, જો કોંગ્રેસ સત્તામાં આવશે 'નીતિ આયોગ'નું જ વિસર્જન કરી નાખશે

આ પણ વાંચો :   ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા કોઈ અન્ય દેશ પર આધાર ન રાખવો પડે તે માટે નાવિક સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજીને એક કંપની Qualcomm દ્વારા ખરીદવામાં આવી છે. જેને ટેક્નોલોજીના મહાકુંભ IMC 2019માં રાખવામાં પણ આવી છે. નવેમ્બરથી ભારતની સ્વદેશી જીપીએસ સિસ્ટમ મોબાઈલ કંપનીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

READ  2019ની લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દા જ કોંગ્રેસ હાર્યું, હવે શું કરશે રાહુલ ગાંધી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈસરો દ્વારા નાવિક સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવેલી સિસ્ટમ છે. જેના દ્વારા ભારતના તમામ વિસ્તારોની ભૌગોલિક જાણકારી મેળવવામાં મદદ મળશે. અમેરિકાની જીપીએસ સિસ્ટમ સાથે હાલ ભારતના બધા જ ફોન કનેક્ટેડ છે. ભારતને કોઈપણ દેશ પર આધાર રાખવો ન પડે તે માટે આ સિસ્ટમ ખાસ જરુરી છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈસરોની નાવિક સિસ્ટમ અન્ય સિસ્ટમ કરતાં ચોક્સાઈથી કામ આપશે. ભારત આ સિસ્ટમ વિકસાવવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. આમ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ભારતના બધા જ ફોનમાં આવી શકે છે.

READ  નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

 

 

 

Morbi: Farmers in Halvad gave memorandum to mamlatdar, demand crop insurance| TV9News

FB Comments