સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

લોકસભા ચૂંટણી 2019માં બધી જ રાજકીય પાર્ટીઓએ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે ખુબ રણનીતિ બનાવી છે. તેના માટે વિશેષ ટીમો બનાવીને વિપક્ષો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની સિદ્ધિઓ લોકો સુધી પોંહચાડવામાં આવી રહી છે.

રાજકીય પાર્ટીઓનું સોશિયલ મીડિયા પર આવવાનું મોટું કારણ સ્માર્ટફોનના ગ્રાહકોની સતત વધતી સંખ્યા છે. એક અહેવાલ મુજબ 2022 સુધી સ્માર્ટફોન ગ્રાહકોની સંખ્યા લગભગ 85.9 કરોડ જેટલી થઈ જશે અને આ રીતે જ આંકડો વધતો રહ્યો તો આગામી લોકસભા ચૂંટણી સોશિયલ મીડિયા પરથી લડવામાં આવી શકે છે.

 

READ  VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા

ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ આપતી કંપનીઓ ખુબ ઓછા પૈસામાં તેમની સેવાઓ આપી રહી છે. મોબાઈલ ઈન્ટરનેટના ઓછા પૈસાએ ઈન્ટરનેટના વિસ્તારમાં મોટી ભૂમિકા ભજવી છે. તેના કારણે દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

આ પણ વાંચો: જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા

2022 સુધી દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યા 85.9 કરોડ થઈ જશે. 2017માં આ સંખ્યા 46.8 કરોડ હતી. સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં 12.9 ટકાનો વધારો થશે. તેની સાથે સામાન્ય ફોનના ગ્રાહકોની સંખ્યામાં 6.4 ટકાનો વધારો થઈ શકે.

READ  જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?

 

Oops, something went wrong.
FB Comments