પુલવામા CRPF પર થયેલા હુમલાના વધુ એક આતંકીની NIAએ કરી ધરપકડ, જૈશનાં 5 આંતકી ઝડપાયા

પુલવામાના લેથપોરા માં CRPFના ગ્રુપ સેન્ટરમાં થયેલા આત્મઘાતી હમલામાં 5માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ઈરશાદ અહેમદ નામના એક આતંકીની ધરપકડ કરી છે.

ઈરશાદ અહેમદ કાશ્મીરના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી છે. આ પહેલા આ મામલે ફૈયાજ અહેમદ માગરે, મંસૂર અહેમદ બટ્ટ, નિસાર અહેમદ તાંત્રે અને હિલાલ અંબાદ્રીની ધરપકડ કરવી આવી છે.

READ  VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો!

ઈરશાદ અહેમદને લેથપોરા CRPF ગ્રુપ સેન્ટર પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણવામાં આવે છે. ઈરશાદે આતંકીઓને રહેવાની અને હુમલા માટે ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત હુમલા પહેલા રેકી પણ ઈરશાદે કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ઈરશાદ અહેમદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો આતંકી છે અને મરી ગયેલા જૈશના કમાન્ડર નૂર મોહમ્મદ તાંત્રેનો અંગત માણસ હતો. નૂર મોહમ્મદને સૈન્યએ 2017માં આંતકી અથળામણમાં માર્યો હતો. તેથી નૂર મોહમ્મદના મોતનો બદલો લેવા માટે CRPF કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 5 જવાનો શહીદ થયાં હતા.

READ  'દેશ તમારી શહાદતને ભૂલશે નહીં', પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

Oops, something went wrong.

FB Comments