લંડન કોર્ટના જજે પૂછ્યુ: શું નિરવ મોદીને વિજય માલ્યાની સાથે 1 જ બેરેકમાં રાખશો? ભારતે શું આપ્યો જવાબ વાંચો આ ખબર

જ્યારે ચીફ મેજિસ્ટ્રેટ અમ્મા અર્બથનોટે પુછ્યું કે, જો નિરવને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો શું તેને પણ તે બેરેકમાં રાખવામાં આવશે જેમાં વિજય માલ્યાને રાખવામાં આવેલા છે.

ડિસેમ્બરમાં માલ્યાને પ્રત્યાર્પણનો નિર્ણય જાહેર કરનાર જજ અમ્માએ સુનાવણી શરૂ કરતા જ કહ્યું કે, ‘આ બાબતામાં ઘણુ જાણીતુ હોય તેવુ લાગી રહ્યું છે’. જજ તે વાતની ખાતરી કરવા માગતા હતા કે નિરવને કઈ જેલમાં રાખવામાં આવશે.

 

READ  ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

મુંબઈમાં આર્થર રોડ જેલમાં માલ્યા માટે તૈયાર કરવામાં આવ્યું છે બૈરક

ભારત તરફથી લડી રહેલા ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ(CPS)ના વકીલે જજના સવાલ પર જવાબ આપતા કહ્યું કે, નિરવનું પ્રત્યાર્પણ થયા બાદ તેને મુંબઈ લઈ જવામાં આવશે. ખરેખરમાં તેવું પણ થઈ શકે છે કે આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે જ્યાં વિજય માલ્યા માટે બેરેક તૈયાર કરવામાં આવેલુ છે.

READ  આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

નિરવ મોદીએ બીજીવાર વેસ્ટમિન્સ્ટર કોર્ટના મજિસ્ટ્રેટને જામીન માટેની અરજી કરી હતી પણ કોર્ટે તેને રદ કરી હતી. આગળની સુનાવણી 26 એપ્રિલના રોજ કરવામાં આવશે. ત્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા નિરવ મોદીને હાજર કરવામાં આવશે.

13,700 કરોડ રૂપિયાના PNB કૌભાંડના આરોપી નિરવ મોદીની લંડન પોલીસે 19 માર્ચના રોજ ધરપકડ કરી હતી. ભારતની અરજી પર વેસ્ટમિસ્ટર કોર્ટે તેના વિરોધમાં વોરંટ જાહેર કર્યો હતો.

READ  અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાથી લોકસભીની ચૂંટણી લડવા અંગે આપ્યું નિવેદન, જુઓ Video

 

Oops, something went wrong.
FB Comments