ભાગેડૂ નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ, 13 મહિના બાદ ભારતને મળી સફળતા

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીની 13 મહિના બાદ લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી જોઈ રહી હતી અને હવે નીરવ મોદી તેના સંકજામાં આવી ગયો છે. 

લંડનમાં કોઈ પણ ડર વિના ફરી રહેલા કૌભાંડી નીરવ મોદી આખરે સકંજામાં આવી ગયો છે. બુધવારે લંડન પોલીસે નીરવ મોદીની ધરપકડ કરી છે. આશરે 13 મહીના પહેલા પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હતો. જેની ભારતીય તપાસ એજન્સીઓ રાહ જોઈ રહી હતી. આ પહેલા સોમવારે બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતુ. જોકે 25 માર્ચ સુધી કોર્ટમા રજૂ કરી શકે છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 

 

બેંકોના 13 હજાર કરોડ લઈને ભાગી ગયેલો નીરવ મોદી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં કોઈ ડર વિના ફરતો નજરે ચડ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ પહેલાથી જ ઈશ્યુ થઈ ગયી હતી. જે બાદ બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. જો કે ધરપકડ બાદ પણ નીરવ મોદી પાસે જામીન માટે કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે. મહત્વનું છે કે, કોર્ટમાંથી નીરવ મોદીનો શરતી જામીન મળી શકે છે.

READ  PNB કૌભાંડ: મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલુ

Top News Stories From Mumbai: 18/9/2019| TV9GujaratiNews

FB Comments