ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, લંડનની કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડથી વધારેનુ કૌંભાડ કરનાર મુખ્ય આરોપી નીરવ મોદી પર સંકજો કસવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટસના આધારે માહિતી મળી રહી છે કે, લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જેથી ગમે તે સમયે તેની ધરપકડ થઈ શકે છે.

સીબીઆઈએ ઈન્ટરપોલ અને યૂકે અથોરિટીનો સંપર્ક કરીને ભાગેડૂ વેપારી સામે રેડ કોર્નર નોટિસના આધારે ધરપકડની માગ કરી હતી. દેશભરની સુરક્ષા એજન્સી લાંબા સમયથી નીરવ મોદીના પ્રત્યાપર્ણની કોશિશ કરી રહી હતી.

 

READ  રાહુલ ગાંધીના જીજાજીને ના મળી ઈંગ્લેન્ડ જવાની પરવાનગી પણ અમેરિકા અને નેધરલેન્ડમાં કરાવી શકશે ગંભીર બીમારીની સારવાર

હીરાના વેપારી અને ભાગેડૂ નીરવ મોદી લંડનમાં આલીશાન જિંદગી જીવી રહ્યો હતો. લંડનમાં 73 કરોડના એપાર્ટમેન્ટમાં તે રહેતો હતો. અને લંડનમાં કોઈ પણ ડર વિના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક અખબારના રિપોર્ટની વાત કરીએ તો, મોદીએ પોતાના ઘરની પાસે જ હીરાનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો. જે તેના ફ્લેટ સાથે જોડાયેલ છે. મે- 2018માં મોદીએ નવી કંપની બનાવી જે ઘડીયાળ અને જ્વેલરીની હોલસેલ તથા રિટેલમાં વેપાર કરે છે.

READ  વાહનચોર બેખૌફ બનીને કરી રહ્યાં છે ચોરી, જુઓ બાઈક ચોરીનો CCTV VIDEO

Depression alert in Arabian Sea, Signal No: 02 hoisted at Okha port | Tv9GujaratiNews

FB Comments