ભારતીય બેંકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી ગયેલો નીરવ મોદી લંડનમાંં લાખો રૂપિયાનું જેકેટ પહેરીને ફરે છે!

લંડનના રસ્તાઓ પર સફેદ દાઢી અને મૂછો સાથે દેખાતા નિરવ મોદીના જેકેટની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે. આ જેકેટની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે.

પંજાબ નેશનલ બેંકના અંદાજીત 13 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા વેપારી નિરવ મોદી લંડનના રસ્તાઓ પર ડર વિના ફરી રહ્યાં છે. બ્રિટનના અખબાર ટેલીગ્રાફના અહેવાલ મુજબ નિરવ મોદી અત્યારે 80 લાખ પાઉન્ડ એટલેકે અંદાજીત 70 કરોડના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે.

સ્થાનિક સમાચાર પત્ર તરફથી એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં નિરવ મોદી દાઢી-મૂછમાં નજરે પડે છે. જોકે તેણે પહેરેલુ જેકેટ ઓસ્ટ્રિચ હાઈડનું છે. જેની અંદાજીત કિંમત 9 લાખ 11 હજાર રૂપિયાથી વધારે થાય છે. શાહમૃગના ચામડામાંથી બનેલા આ જેકેટની આંતરરાષ્ટ્રિય કીમંત 10 હજાર પાઉન્ડ છે.

શાહમૃગના ચામડામાંથી પહેલા મિલિટ્રી યૂનિફોર્મ અને ટોપી બનતી હતી. પરંતુ મોંઘી પ્રોસેસના કારણે આંતરરાષ્ટ્રીય ફેશનમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

Top News Stories From Gujarat : 23-07-2019 | Tv9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

બાહુબલી ફિલ્મના ડિરેકટર હવે વર્ષ 2020માં ફરી કરશે મોટી ધમાલ, આગામી ફિલ્મ ‘RRR’ને લઈને કરી આ જાહેરાત

Read Next

SBIના ગ્રાહકો માટે ખૂશખબર, જો તમારાં ખાતામાં છે આટલાં રુપિયા તો હવે બેંક આપશે વધારે વ્યાજ

WhatsApp પર સમાચાર