નિર્ભયા કેસના આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે કરી રદ

nirbhaya case convict mukeshs mercy petition rejected by delhi government nirbhaya case na aaropi mukesh ni daya aarji delhi sarkar e kari rad

નિર્ભયા ગેંગરેપ કેસના એક આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે રદ કરી દીધી છે. દયા અરજી ફરી ઉપરાજ્યપાલ અનિલ બેજલની પાસે મોકલવામાં આવી, તેમને અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલી દીધી છે. રાષ્ટ્રપતિની મહોર લાગતા જ મુકેશને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ જશે.

 

READ  ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી

આ પહેલા બુધવારે દિલ્હી હાઈકોર્ટે મુકેશની અરજીને રદ કરી દીધી હતી. મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી નીચલી કોર્ટના ડેથ વોરંટને રદ કરવાની માગ કરી હતી. 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષીઓ વિનય કુમાર અને મુકેશ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યૂરેટિવ અરજીને રદ કરી દીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિર્ભયા દુષ્કર્મ કેસ: આ દિવસે દોષિતોને ફાંસી અપાઈ શકે, તિહાડ જેલ તંત્રએ જલ્લાદની કરી માગ

આ દોષીઓએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા પર સવાલ ઉઠાવતાં અરજી દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ બરકરાર રાખી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

7 જાન્યુઆરી 2020એ દિલ્હીની કોર્ટે નિર્ભયાના ચારે દોષીઓનું ફાંસીનું વોરંટ જાહેર કરી દીધું હતુ. ફાંસી આપવાની તારીખ અને સમય 22 જાન્યુઆરી 2020એ સવારે 7 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો.

READ  IPSના ઘરમાં NCBના અધિકારીઓએ દરોડા પાડ્યા તો સૌ કોઈ ચોંકી ગયું, અત્યાર સુધીમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, IPSએ કહ્યું કે મને તો ખબરજ નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Sex racket busted, 3 tv actresses rescued in Mumbai| TV9News

FB Comments