નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી

nirbhaya gang rape case delhi high court convict pawan juvenile plea nirbhaya case aaropio ne 1 mahina no malyo samay 24 january e thase sunavani

નિર્ભયા કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હવે આગામી 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. પવનકુમારના વકીલ એ.પી.સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. જેની પર કોર્ટે સુનાવણી ટાળી દીધી છે.

 

READ  હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

સુનાવણી ટાળી દીધા પછી માનવામાં આવી રહ્યું છે કે હવે 24 જાન્યુઆરી સુધી પવન કુમારને ફાંસી આપવામાં આવી શકતી નથી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પવન કુમારે પોતાને સગીર ગણાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે કિશોર ન્યાય કાયદા હેઠળ વર્તન કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિર્ભયા કેસ મામલામાં ફાંસીની સજા મળેલા પવન ગુપ્તાએ તેમની અરજીમાં દાવો કર્યો છે કે તે ડિસેમ્બર 2012માં બનેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું કે ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકે તેના અધિકારોનું હનન કર્યુ છે.

READ  અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન અને આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી, વાંચો કોણે-કોણે લીધા શપથ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પહેલા રદ થઈ હતી અરજી

પવને પોતાની અરજીમાં પોતાને ઘટના સમયે સગીર હોવાનો દાવો કરતી અરજી 2017માં દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. નીચલી કોર્ટ પહેલા જ તેની અરજી રદ કરી ચૂક્યુ છે, ત્યારબાદ તે અપીલ કરવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યુ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, જાણો કોના કોના નામ સામેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દયા અરજી માટે 7 દિવસ

ત્યારે નિર્ભયા કેસના 4 આરોપીને દયા અરજી દાખલ કરવા માટે 7 દિવસનો સમય મળ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન તિહાડ જેલ તંત્રને નોટિસ જાહેર કરીને કહ્યું. આ નોટિસમાં આરોપીને 7 દિવસનો સમય આપવામાં આવશે. જેમાં તે પોતાની દયા અરજી દાખલ કરી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments