નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ ફાંસી થશે

nirbhaya rape case hearing delhi high court nirbhaya case ma delhi high court no mahatva no chukado gunegaro ne ek sathe j fansi thase

નિર્ભયા કેસના દોષિતોને ઝડપી જ ફાંસી પર લટકાવવાની કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની અરજીને રદ કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે તમામ દોષિતોને એક સાથે જ ફાંસી થશે. કોર્ટે સાથે જ નિર્ભયાના તમામ દોષિતોને 7 દિવસની અંદર તમામ કાયદાકીય રસ્તાઓને અજમાવવાની ડેડલાઈન પણ આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હનુમાનજીને 'સાન્તા' ક્લૉઝના કપડાં પહેરાવતા થયો વિવાદ, જુઓ VIDEO

નિર્ભયા કેસના દોષિતોના ડેથ વોરંટને 2 વખત ટાળવામાં આવી ચૂક્યુ છે. દોષીતો અલગ અલગ મામલે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરીને સતત ડેથ વોરંટ ટાળવામાં સફળ થઈ રહ્યા હતા પણ હવે હાઈકોર્ટે તેમને 7 દિવસની અંદર જ તમામ વૈકલ્પિક ઉપાય અજમાવવા માટે કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 483 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

 

 

દિલ્હી હાઈકોર્ટે પણ દોષિતોની ફાંસી આપવામાં મોડું થવા બદલ તંત્રને પણ ફટકાર લગાવી છે. કોર્ટે તેમના આદેશમાં કહ્યું કે એક અઠવાડિયા પછી ડેથ વોરંટ લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments