નિર્ભયા કેસ : નવા ડેથ વોરંટ માટે સરકારે કોર્ટમાં કરી અરજી, જાણો ક્યારે થશે વધુ સુનાવણી?

nirbhaya rape case hearing delhi high court nirbhaya case ma delhi high court no mahatva no chukado gunegaro ne ek sathe j fansi thase

નિર્ભયા કેસ મામલે દરરોજ નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારના રોજ સરકારી વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે કે અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આમ તેના લીધે નવું ડેથ વોરંટ કોર્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવે. પટિયાલા કોર્ટમાં આ અંગે સરકારી વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે. પટિયાલા કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ આપી છે અને શુક્રવારના દિવસે 2 વાગ્યે સુનાવણી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કેવી રીતે થઈ રહ્યું છે PPE જેવી જ કીટનું ઉત્પાદન, જુઓ VIDEO

આ પણ વાંચો :   VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પબ્લિક પ્રોસિક્યૂટર એટલે કે દિલ્હી સરકારની તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટમાં સરકારે દલીલ કરી છે કે અક્ષયની અરજી પણ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. જેના લીધે કોઈની અરજી પેન્ડીંગ નથી. આમ કાનૂની રીતે તમામ ઉપચાર પૂરા થઈ ગયા હોવાથી ફાંસીનું ડેથ વોરંટ ઈશ્યુ કરવામાં આવે.

READ  કોંગ્રેસ નેતા બદરુદીન શેખની તબિયત લથડી, SVP હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

nirbhaya-case-convict-pawan-moves-delhi-court-claiming-he-was-juvenile-in2012

જો કે દયાની અરજી કરવાનો વિકલ્પ પવનની પાસે છે. પવને કોઈ દયાની અરજી કોર્ટમાં દાખલ કરી નથી. જેના લીધે શુક્રવારના 2 વાગ્યે આ અંગે સ્પષ્ટતા થઈ શકે છે કે કોર્ટ નવું ડેથ વોરંટ ઈશ્યું કરે છે કે નહીં. ડેથ વોરંટના આધારે ફાંસીની તારીખ નક્કી થતી હોય છે. આ શુક્રવારના દિવસે નિર્ભયા કેસમાં મોટી સુનાવણી થઈ શકે છે.

READ  પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટમાં ડેન્ગ્યુનો કાળો કેર, 200 ચાઈનીઝ નાગરિકો ભરડામાં

 

 

Oops, something went wrong.
FB Comments