નીતા અંબાણીના ગુરૂનો ખુલાસો- આ ‘મંત્ર’એ મુંબઈ ઈન્ડિયન્સને બનાવી IPLમાં ચેમ્પિયન!

IPL-12માં મુંબઈની જીતને લઈને એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને માલિક નીતા અંબાણીના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્માએ મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે મેચમાં જીત મેળવવા માટે એક મંત્રનો જાપ કરવામાં આવે છે.

 

IPL-12ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની હતી. મેચમાં જેમ-જેમ ઓવર ઓછી થઈ રહી હતી તેમ તેમ નીતા અંબાણીના ચેહરા પર મુશ્કેલીઓ વધી રહી હતી. તેથી તેઓ સ્ટેન્ડમાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતા.

 

મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી ઘણી વાર મંત્ર જાપ કરતા નજરે પડ્યા હતા. ત્યારબાદ તેમના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્માએ તેની પરથી પડદો ઉઠાવ્યો છે. શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ટીમની દરેક મેચ પહેલા નીતા અંબાણી ‘ચંડીપાઠ’ કરે છે.

તેમને કહ્યું કે અમે દરેક મેચ પહેલા અને પછી ચંડીપાઠ કરીએ છીએ અને મેચ દરમિયાન જાપ કર્યા હતા. મલિંગાની છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી પાઠ કર્યો હતો. માં દુર્ગાનો આ પાઠ કોઈની પણ કિસ્મતને બદલવા માટે કરવામાં આવે છે. તે એક શક્તિ અને ઉર્જા આપે છે.

આ પણ વાંચો: દૈનિક રાશિઃ આજના દિવસમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ રાશિના જાતકો માટે છે ખાસ સલાહ

ઉલ્લેખનીય છે કે શર્માએ મેચ દરમિયાન નીતા અંબાણી દ્વારા કરવામાં આવેલા મંત્રોના જાપ વિશે જણાવવાથી ઈનકાર કર્યો હતો. તેમને કહ્યું કે તે એક રહસ્ય છે. તે જ તેમનો વિશ્વાસ છે. તે જ્યારે પણ થોડા ગભરાય છે ત્યારે તે આ મંત્રના જાપ કરે છે.

IPL-12ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ધમાકેદાર જીત મેળવી હતી.

 

Ahmedabad: Police,collector and corporation to hold joint meeting tomorrow after Surat fire incident

FB Comments

TV9 Webdesk 9

Read Previous

દૈનિક રાશિઃ આજના દિવસમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ રાશિના જાતકો માટે છે ખાસ સલાહ

Read Next

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પ્રથમ મેચમાં કચ્છ વોરિયર્સની સામે હાલાર હિરોઝનો 24 રને વિજય

WhatsApp chat