‘સાસુ હોય તો નીતા અંબાણી જેવી’, પુત્રવધુ શ્લોકાને દુનિયાનો સૌથી મોંઘો રૂ. 300 કરોડનો હાર ભેટમાં આપ્યો !

દુનિયાના અમીરોમાં સ્થાન ધરાવતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. આ લગ્નની આજે પણ લોકોમાં ચર્ચા થતી રહે છે. હવે આ લગ્ન વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લગ્નની વ્યવસ્થા માટે સૌથી બેસ્ટ વસ્તુઓની પસંદગી કરી હતી અને જ્યારે મુંહ દિખાઇની વાત આવે તો નીતા અંબાણી કેવી રીતે પાછળ રહી શકે છે. મુંહ દિખાઇ માટે નીતા અંબાણીને ઘણો સમય લાગ્યો હતો. નીતા અંબાણી પુત્રવધુ શ્લોકાને કોઇ અનમોલ વસ્તુ આપવા માંગતા હતાં. આખરે નીતા અંબાણીએ શ્લોકા માટે એક હીરાનો હાર પસંદ કર્યો.

નીતાએ શ્લોકાને જે હિરાનો હાર આપ્યો છે તેની કિંમત રૂ. 300 કરોડ હોવાની સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નીતા અંબાણીએ શરૂઆતમાં શ્લોકાને ખાનદાની હાર આપવા વિચારેલું. તેમની જુની પરંપરા અનુસાર તેઓ આમ કરવા માંગતા હતાં. જો કે બાદમાં નીતા અંબાણીએ શ્લોકાને આ અનમોલ હાર ભેટમાં આપ્યો હતો.

આ પણ વાંચો : અત્યાર સુધીની દુનિયાની સૌથી મોંઘી પેઈન્ટિંગ જે નીરવ મોદીના કલેક્શનમાં હતી જેની હરાજી 50 કરોડથી પણ વધુમાં થઈ, શું છે આ પેઈન્ટિંગમાં ખાસ ?

આ હારને ‘L’Incomparable ના નામે પણ ઓળખવામાં આવે છે. જેને લેબેન્સ જ્વેલરે બનાવ્યો છે. જ્વેલરના જણાવ્યા પ્રમાણે આ દુનિયાનો સૌથી મોંઘો હાર છે. સાસુ નીતા અંબાણી ઉપરાંત નણંદ ઈશા અંબાણીએ શ્લોકાને એક બંગલો ભેટમાં આપ્યો છે.

School kids made to walk on fire in Palghar, Maharashtra | Tv9GujaratiNews

FB Comments
READ  આકાશ અંબાણીના લગ્નમાં શાહરૂખ, રણબીરથી લઇ કરણ જોહર એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા, વાયરલ થયો વીડિયો