VIDEO: ફિલિપાઇન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે સરકાર, વિદ્યાર્થીઓને સલામત રીતે પરત લાવવા પ્રયાસો શરૂ

Nitin Patel assures evacuation of Gujarati students stuck in Philippines amid Coronavirus pandemic

કોરોનારૂપી મહામારી વચ્ચે ફિલિપાઇન્સમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ વીડિયોના માધ્યમથી પોતાની આપવિતી રજૂ કરી છે. વિદ્યાર્થીઓએ ફિલિપાઇન્સમાં પડી રહેલી મુશ્કેલી સાથે તેમને ગુજરાત પરત લાવવા માટે સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. વિદ્યાર્થીઓએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે ફિલિપાઇન્સમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. માસ્ક તથા સેનિટાઇઝરની અછત વચ્ચે કર્ફ્યુ લાગતા જમાવાનું પણ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં સરકાર વહેલીતકે તેઓને મહામારી વચ્ચેથી બચાવી લે તેવી વિનંતી કરી છે.

READ  નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, 1200 બેડની હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

તો બીજી તરફ વિદ્યાર્થીઓની વ્હારે ગુજરાત સરકાર આવી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે સરકારે રાજ્યના મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરીને વિદ્યાર્થીઓને પરત લાવવા સૂચનાઓ આપી છે. અને વિદેશપ્રધાન એસ.જયશંકરે વિશેષ પ્લેન મારફતે ફિલિપાઇન્સથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરદાર પટેલ પર કોંગ્રેસ નેતા એવું તે શું બોલ્યા કે વિધાનસભામાં થયો હોબાળો ?, ભાજપે કરી જાહેર માફીની માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments