VIDEO: કલાકારોના એવોર્ડ વાપસી બાદ માફીનો વીડિયો વાયરલ

નીલકંઠવર્ણી વિવાદ સમી ગયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે તેવું નિવેદન આપ્યું હતું. આથી ગુજરાતના લોકસંગીતના 17 જેટલા કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો હતો. પરંતુ આ વિવાદ ફરી છંછેડાયો હોય તેમ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્વામી કહી રહ્યા છે કે, સર્વે ધર્મપ્રેમી જનતાને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ, જય સિયારામ અને જય મહાદેવ. આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ. તેને આગળ લઈ જવા માટે તમામ સક્રિય છીએ. તેમ છતાં ક્યારેય સનાતન ધર્મ કે દેવી દેવતા, દેવોના દેવ મહાદેવ કે ભગવાનના કોઈ અવતાર વિશે અમારાથી કંઈ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.

READ  રાજકોટને આજીએ કર્યા રાજી: રાજકોટનો આજીડેમ થયો ઓવરફ્લો, લોકોએ રજાના દિવસે માણી મોજ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુસ્સે થયા એક મંત્રી! કોણ છે આ મંત્રી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમરેલીની રાજુલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6595, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments