લોન ધારકો માટે આવ્યા માઠા સમાચાર! RBIએ સતત બીજી વખત રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

no-change-in-rbi-rates-repo-rate-at-515-forever-home-loan-not-cheap

RBIએ આ વખતે લોન ધારકોને ઝટકો આપ્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને રેપો રેટને 5.15% યથાવત રાખવામાં આવ્યો છે. RBIની ત્રણ દિવસની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી. ડિસેમ્બર માસમાં યોજાયેલ બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

 

RBIએ નાણાંકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ 6% રહેવાનું અનુમાન કર્યું છે. પ્રથમ 6 માસમાં રિટેલ મોંઘવારી દરનું અનુમાન વધારીને 5%- 5.4% કરવામાં આવ્યુ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઝડપથી વધવાથી ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 7.35% એ પહોંચ્યો હતો જે 5.5 વર્ષમાં સૌથી વધુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: 8 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, આરોપી બાળકીને લઈ જતો હોય તેવા CCTV આવ્યા સામે

આ પણ વાંચો: ખેડૂતોના ક્યારે આવશે અચ્છે દિન? શું શાકભાજીની ખેતી કરીને ખેડૂતોએ કરી ભૂલ?

RBI પોલીસી બનાવતી વખતે રિટેલ મોંઘવારી દરને ધ્યાનમાં રાખે છે. આરબીઆઈનું લક્ષ્ય એ હોય છે કે રિટેલ મોંઘવારી દર 4% રહે પરંતુ તેમાં 2% ઘટાડો અથવા તો વધારો થઈ શકે છે. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 6% થી પણ ઉપર રહ્યો હતો.

READ  મોરબી: હળવદના સુંદરગઢ ગામ નજીક નદીમાંથી લાશ મળી આવતા ચકચાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments