છત્તીસગઢના નવા CMની રેસમાં કોણ છે આગળ?

છત્તીસગઢમાં કૉંગ્રસે સત્તા કબજે કરી છે ત્યારે રાજ્યના નવા મુખ્ય પ્રધાનનું નામ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જાહેર કરશે. કોંગ્રેસમાંથી સીએમ પદના ઉમદેવારમાં તામ્રધ્વજ સાહુનું નામ સૌથી આગળ છે. તેઓ સાહુ સમાજમાંથી આવે છે અને ઓબીસીનો મજબૂત ચહેરો છે.  છત્તીસગઢમાં 67 ટકા ઓબીસી છે અને 40 ટકા સાહુ સમાજના લોકો વસે છે. તેથી કોંગ્રેસ તામ્રધ્વજ સાહુના નામની પસંદગી કરશે તેમ મનાય છે.

આ ઉપરાંત ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને ચરણદાસ મહંત પણ સીએમ પદની રેસમાં છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ અને પ્રચંડ બહુમત મળ્યું છે ત્યારે સીએમ પદને લઈને પક્ષમાં પણ ખેંચતાણ ચાલી રહી છે.

આ ખેંચતાણ વચ્ચે કૉંગ્રેસના ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગેએ રાયપુરમાં તમામ ધારાસભ્યો તેમજ સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તેમનો મત જાણ્યો હતો. ખડગેએ દાવો કર્યો હતો કે, તેમના ધારાસભ્યોમાં કોઈ મતભેદ નથી. તો એમ પણ જણાવ્યું કે, છત્તીસગઢના નવા સીએમ અંગે રાહુલ ગાંધી જ અંતિમ નિર્ણય લેશે. મહત્વનું છે કે રાજ્યની 90 વિધાનસભા બેઠકમાંથી કૉંગ્રેસને 68 બેઠકો પર જીત મળી છે.

READ  સોશિયલ મીડિયા પર સક્રિય રાજકીય ઉન્માદીઓએ ક્રિકેટના ભગવાનને પણ ન છોડ્યાં, એવું નિવેદન કરી નાખ્યું વાયરલ કે જે તેમણે ક્યારેય આપ્યુ જ નથી : તમે પણ વાંચો શું છે FAKE નિવેદન ?

છત્તીસગઢના નવા સીએમ કોણ ?

છત્તીસગઢના નવા સીએમના નામની જાહેરાત કરશે રાહુલ ગાંધી
તામ્રધ્વજ સાહુનું નામ સૌથી આગળ, બઘેલ, મહંત પણ રેસમાં
મલ્લિકાર્જુન ખડગેએ રાયપુરમાં ધારાસભ્યો સાથે કરી મુલાકાત

[yop_poll id=218]


જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments