એક દિવસમાં 3 ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી તો મંદી ક્યાં છે: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે આર્થિક મંદીને લઈ સ્પષ્ટતા કરી દીધી છે. દેશમાં મંદી હોવાની વાતને નકારી દીધી છે. ત્રણ ફિલ્મની આવકને ગણાવતા કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં ત્રણ ફિલ્મોએ એક જ દિવસમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને આટલી મોટી કમાણી એ દેશમાં જ શક્ય છે જ્યાં આર્થિક સ્થિતિ વ્યવસ્થિત હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર…નાયબ મુખ્ય પ્રધાનને કારણનો ખ્યાલ જ નથી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લોકો માટે દિલ ખોલીને ‘લોહી’ આપી દેનારા 6 કરોડ ગુજરાતીઓ આ ‘મહાદાન’ કરવામાં છે કંજૂસ !

 

 

હું અટલ બિહારી વાજપેયીની સરકારમાં સૂચના પ્રધાન રહ્યો હતો. અને ફિલ્મો માટે મારો લગાવ પણ છે. 2 ઓક્ટોબરે ત્રણ ફિલ્મ પ્રસારીત થઈ હતી. અને એક જ દિવસમાં ત્રણેય ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી છે. જ્યારે દેશમાં અર્થ વ્યવસ્થા સારી છે તેના કારણે આ શક્ય બન્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સમજો EVMની કામ કરવાની સંપૂર્ણ સિસ્ટમ અને જાણો કેમ તેને હૅક નથી કરી શકાતું

 

મહત્વનું છે કે, ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ એટલે કે, આઈએમએફે ભારત સહિત વિશ્વભરના દેશોમાં મંદીની ગંભીર અસર હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવા સૌથી મોટા ઉભરતા બજારની અર્થવ્યવસ્થામાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ સંકેત આપ્યા કે ચારે બાજુ ફેલાયેલી મંદીનો અર્થ છે કે વર્ષ 2019-20 દરમ્યાન વૃદ્ધિ દર આ દશકની શરૂઆતથી અત્યાર સુધીના નિચેના સ્તરે પહોંચી જશે. વિશ્વનો 90 ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે. ભારત અને બ્રાઝિલ જેવા કેટલાક ઉભરતા બજારની અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. વૈશ્વિક વેપારની વૃદ્ધિ લગભગ અટકી ગઈ છે. આઈએમએફએ ઘરેલું માંગ વધાવાની શકયતાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન નાણાકીય વર્ષ 2019-20 માટે 0.3 ટકા ઘટાડી તેને 7 ટકા કર્યું છે.

FB Comments