હવે સફેદ નહીં, ટ્રાફિક પોલીસ પહેરશે પીળું હેલ્મેટ જેમાં હશે ‘ત્રિનેત્ર’! નહીં બચી શકો આ હેલ્મેટની નજરથી!

ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે થતા ઘર્ષણને અટકાવવા તેમજ ગેરરીતિ આચરતા ટ્રાફિક પોલીસકર્મીઓ પર રોક લગાવવા શહેર પોલીસ કમિશનરે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ કમિશનર દ્વારા પ્રાયોગિક ધોરણે ટ્રાફિક પોલીસને કેમેરાવાળું હેલ્મેટ આપવાનું શરૂ કર્યું છે.

જુઓ વીડિયો:

આ હેલ્મેટની વિશેષતાની વાત કરીએ તો, હેલમેટની અંદર ફીટ કરવામાં આવેલા કેમેરામાં લાઈવ રેકોર્ડિંગ થાય છે. આ હેલ્મેટ કેમેરાને વાઈફાઈથી કનેક્ટ કરવામાં આવ્યું છે જેથી કેમેરામાં કેદ થતા દ્રશ્યો મોબાઈલમાં રેકોર્ડ કરી શકાય. તો સોફ્ટવેરની મદદથી આ વીડિયો રેકોર્ડિંગ કંટ્રોલરૂમમાં જોઈ શકાય છે. જો કોઈ વાહનચાલક ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરે તો તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર જઈ શકશે.

READ  વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેેમ અને પૈસા વચ્ચે થવાની છે જંગ,પણ તમારે પ્રેમ તરફ જ ઝૂંકવુ પડશે, જાણો કેમ ?

આ પણ વાંચો: શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે ‘હા’, તો વાંચી લો આ ખબર!

એટલું જ નહીં, આ દ્રશ્યો અન્ય પોલીસકર્મી મોબાઈલમાં રેકોર્ડ પણ કરી શકશે. તો આ નવતર પ્રયોગને કારણે લાંચની સંખ્યામાં પણ ઘટાડો આવશે તેવું માનવામાં આવે છે. આ કેમેરાવાળું હેલ્મેટ 10 હજારની કિંમતનું છે. જો આ પ્રયોગ સફળ થશે તો વધુ હેલ્મેટ મગાવવામાં આવશે. મહત્વનું છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કેટલાક વાહનચાલકો પોલીસકર્મી સાથે બોલાચાલી કરતા હોય છે અને હુમલા પણ કરતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનરે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. આ પ્રયાસને વાહનચાલકો પણ આવકારી રહ્યા છે.

READ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ પહોંચ્યા, તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે

જુઓ વીડિયો: 

ટ્રાફિક પોલીસકર્મીઓ પાસે હશે હવે ત્રીજું નેત્ર!

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો નવતર પ્રયાસ
ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યું કેમેરાવાળું હેલ્મેટ
પોલીસ અને વાહનચાલકો વચ્ચે થતું ઘર્ષણ અટકાવવાનો પ્રયાસ
હેલ્મેટની સાથે બોડી વોર્ન કેમેરો પણ આપવામાં આવ્યો


હેલ્મેટની અંદરના કેમેરામાં થાય છે લાઈવ રેકોર્ડિંગ
હેલ્મેટ કેમેરાને વાઈફાઈથી કનેક્ટ કરાયું
કેમેરાવાળા હેલ્મેટ મોબાઈલથી કરી શકાય છે ઓપરેટ
કંટ્રોલ રૂમથી રાખી શકાય છે સીધી નજર
ઘર્ષણ થાય તો પોલીસ તાત્કાલિક સ્થળ પર જઈ શકશે
અન્ય પોલીસકર્મી મોબાઈલમાં રેકોર્ડ પણ કરી શકશે
10 હજારની કિંમતનું છે કેમેરાવાળું હેલ્મેટ
પ્રયોગ સફળ થશે તો વધુ હેલ્મેટ મગાવવામાં આવશે
હેલ્મેટને કારણે લાંચની સંખ્યામાં પણ ઘટાડો થશે

READ  VIDEO: શું પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી? કોંગ્રેસે લગાવ્યા "પ્રિયંકા ચોપરા જિંદાબાદ"ના નારા

[yop_poll id=190]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી,અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments