ચા ના રસીકોને હવે રેલવે સ્ટેશન પર પ્લાસ્ટીક, પેપર મુક્ત અને હાઈજેનીક ચા આ રીતે મળશે, 2 ઓક્ટોબરથી નિયમ લાગૂ થઈ શકે છે

ચા ના રસીકો અને તેમાં પણ રેલ્વેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર છે, કેમ કે હવે તેઓને રેલવે સ્ટેશન પર હાઈજેનીક અને પ્લાસ્ટીક અને પેપર મુક્ત ચા મળશે, કેમ કે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો હવે રેલ્વે સ્ટેશન પર માટીના કુલડમાં ચા પીવાનો લ્હાવો લઈ શકશે. રેલવે વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન પર 50 માઈક્રોન પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાયા બાદ આ એક મોટો નિર્ણય કરવામાં આવી શકે છે.

રેલ્વે વિભાગનું માનવુ છે કે તેમના પ્રયત્નોથી રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સારી અને સ્વસ્છ સુવિધા મળશે, પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થશે સાથે જે લોકો માટીના કુલડ બનાવે છે તે લોકો માટે રોજગારી પણ ઉભી થશે, કેમ કે આ પ્રયોગ શરૂ થવાની સાથે રેલ્વે વિભાગ દ્વારા 3 હજાર જેટલા ચાક પણ પુરા પડાશે. જેનાથી દુકાનદાર માટીના કુલડ બનાવી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે 112 નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં કુલ આંક 2178 થયો, જાણો જિલ્લા મુજબ વિગત

જેના માટે રેલ્વે વિભાગ દ્વારા સંલગ્ન વિભાગને એક પ્રપોઝલ પણ બનાવીને મોકલી આપ્યુ છે, જેની મંજૂરી મળવાની રાહ જોવાઇ રહી છે. મહત્વનુ છે કે પહેલા પ્લાસ્ટીકના કપમાં ઓછા ભાવે ચા અપાતી હતી, જે બંધ કરવામાં આવતા પેપર કપમાં ચા આપવાનુ શરૂ કરાયુ, જેના ભાવ વધુ છે અને તેમાં પણ હવે જયારે માટીના કુલડમાં ચા આપવાની વાતો શરૂ થઈ છે, ત્યારથી મુસાફરોને ચાના ભાવમાં વધારો થવાની પણ ભીતી સતાવી રહી છે.

કેમ કે બહાર માટીના કુલડમાં અપાતી ચાના 25 રૂપિયા લેવાય છે અને જો રેલવેમાં માટીના કુલડથી ચા આપવામાં આવે તો હાલમાં જે પેપર કપ 1 થી 2 રૂપિયામાં પડે  છે તેના બદલે માટીના કુલડ 3 થી 5 રૂપિયામાં દુકાનદારને પડી શકે છે અને તેના કારણે હાલમાં જે ચા 10 રૂપિયામાં મુસાફરોને મળે છે તે ચા માટીના કુલડમાં આવતા 20 થી 25 રૂપિયામાં પડી શકે છે. જે ભાવ રેલવે મુસાફરોને પરવડી શકે તેમ નથી, જો કે કેટલાક મુસાફરોએ આ ભાવની ચિંતા ન દર્શાવી માટીના કુલડને આવકાર્યા છે.

READ  2019ના વર્ષની આ છે 29 ખતરનાક APP, જે કરી રહી છે તમારા પર્સનલ ફોટોની ચોરી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કુલડમાં ચા મળવાને લઈને અને ચાના ભાવને લઈને અસમંજસ

એક તરફ રેલવે વિભાગ રેલવે સ્ટેશનને આધુનિક હેરિટેજ લુક આપી રહ્યુ છે તો બીજી તરફ રેલવે વિભાગ સફાઈ બાબતે પણ તેટલું જ ધ્યાન આપી રહ્યુ છે, અને તેમાં પણ પ્રતિબંધીત 50 માઈક્રોન પ્લાસ્ટીકના ઉપયોગ પર રેલ્વે વિભાગ કડક બન્યુ છે. 2 ઓકટોબર મહાત્મા ગાંધી જયંતીના દિવસથી રેલવે સ્ટેશન પર 50 માઈક્રોન પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદી દેવા પર કડક અમલવારી કરાશે.

READ  બજેટમાં નોકરિયાતા વર્ગ માટે GRATUITYને લઈને થઈ મોટી જાહેરાત; સરળ શબ્દોમાં જાણો GRATUITYનું આખું ગણિત

કુલડમાં ચા મળવાને લઈને ચાના ભાવને લઈને અસમંજસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે ચા રસીકો પણ ઈચ્છે છે કે તેઓને સારી અને વ્યાજબી ભાવે માટીના કુલડમાં ચા મળી રહે, જેથી મુસાફરો પર તેનો બોજો ન પડે. એટલું જ નહી પણ સાથે એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે વન યુઝ પ્લાસ્ટિક બંધ કરવાના કારણે રેલવે સ્ટેશન પર વનસ્પતિના પાનમાં ખાવાની વસ્તુ આપી શકાય છે.

જેથી રેલવે સ્ટેશન પર ઈકોફ્રેન્ડલી વાતાવરણ ઉભું થાય. સાથે જ મહાત્મા ગાંધીના સ્વચ્છતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને પણ સાકાર કરી શકાય છે.

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192