કોરોનાનાં વધતા કેર વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયો એક પણ કેસ

No positive case of coronavirus reported in Gujarat since last 24 hours

કોરોનાને લઈ રાજ્ય માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોનાનો કોઈ નવો પોઝિટિવ કેસ નથી નોંધાયો. પોઝિટિવ કેસનો આંકડો ગઈકાલે જે હતો તે 44 જ છે. જેમાં અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. કુલ 44માંથી 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે જ્યારે અન્ય 18 દર્દીઓમાંના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હતા. એટલે કે બે દર્દીઓ જ એવા છે જેમણે સ્થાનિક સ્તરે કોરોના થયો છે. જોકે આ દર્દીઓએ પણ રાજ્ય બહાર મુસાફરી કરી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે- રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે.

READ  શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી

આ પણ વાંચો: લોકડાઉનમાં લોકસેવા: સામાજિક સંસ્થાઓએ ગરીબો માટે શાક-પુરીના 5 હજાક પેકેટ કર્યા તૈયાર

ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Botad: Massive Fire in cotton godown, 6 fire fighters on the spot

 

FB Comments