ચેન્નઈમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે, શહેરને પાણી પુરું પાડતા જળાશયો ખાલીખમ

પાણીને લઈને તમિલનાડુનું શહેર ચેન્નઈ ચપેટમાં આવી ગયું છે. ચેન્નઈમાં પાણીની વિકરાળ સમસ્યા ઉભી થઈ છે અને પાણીના લીધે લોકો પોતાની નોકરી પર પણ નથી જઈ શકતા. પાણીના લીધે ભારતનું મેટ્રો સિટી ચેન્નઈ હાલ વલખા મારી રહ્યું છે અને બહારના જિલ્લાઓમાંથી પાણીના ટેન્કરો ચેન્નઈમાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું, જુઓ VIDEO

ચેન્નઈમાં પાણી પહોંચાડનારા 4 મોટા જળાશયો ખાલીખમ છે અને તેના લીધે જ શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. શહેરમાં લોકો પાણીની ચિંતાની સાથે સૂવે છે અને પાણીની ચિંતાની સાથે જ જાગે છે. ચેન્નઈના ઈતિહાસમાં આવી ઘટના પહેલીવાર બની છે કે પાણીના લીધે આખા શહેરને વલખા મારવાનો વારો આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Mumbai : Crime Robbers loot one house, get beaten up in second - Tv9 Gujarati

ચેન્નઈની પાણીની સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત થવા લાગી છે.

વિવિધ નેતાઓ પણ આ પાણીને પ્રશ્નને પહેલાં સોલ્વ કરવાની વાત કરી રહ્યાં છે. ચેન્નઈ શહેરમાં લોકો પાણી માટે કલાકો રાહ જોઈ રહ્યાં છે. વિવિધ જગ્યાએ પાણીને લઈને માત્ર ટેન્કરનો સહારો છે. પાણીની સમસ્યાને લઈને લોકોને ચેન્નઈ શહેર છોડવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને પોતાના ઘરે જઈ રહ્યાં છે તો હોટેલો પણ બંધ થવા લાગી છે. આઈટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે અપીલ કરી છે જેના લીધે પાણીનો સપ્લાય કંપનીને ના આપવો પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

ઘણી જગ્યાએ દિવસોમાં લોકોને ટોકન આપવામાં આવી રહ્યાં છે અને એવી પણ ખબરો આવી રહી છે કે પાણીની ટેન્કરોને લઈને પણ ઝઘડાઓ થઈ રહ્યાં છે. જણાવી દઈએ કે ચેન્નઈ ભારતનું મેટ્રો સીટી છે અને દેશનું છઠ્ઠા નંબરનું શહેર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments