બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિ સામે મોટી કાર્યવાહી કરી નોઇડામાં 400 કરોડ રૂપિયાના સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ બસપાના વડા માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમના પત્નીની છે. આવકવેરા વિભાગે નોઇડામાં 28 હજાર વર્ગ મીટર જમીન પણ સીલ કરી છે, જેની સરકારી કિંમત 400 કરોડ રૂપિયા જેટલી થાય છે. પરંતુ, જો બજાર ભાવની વાત હોય તો તેની કિંમત ઘણી વધારે થશે. આનંદ કુમાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માહિતી મળી હતી ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના અનુસાર આનંદકુમારે દિલ્હીના વ્યવસાયી એસ.કે. જૈનના સહકારથી અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ એકઠી કરી હતી.

READ  મનોહર પર્રિકરને રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલિ, જાણો કોણે શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક અહેવાલ મુજબ વર્ષ 2007 થી 2012 વચ્ચે આનંદકુમારની નેટવર્થ 7.5 કરોડ રૂપિયાથી વધીને 1,316 કરોડ રૂપિયા થઈ હતી. આનંદકુમાર પર આરોપ છે કે તેમણે બોગસ કંપનીઓ બનાવી અને અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી છે. એક એ પણ આરોપ છે કે તેમણે નોટબંધી દરમિયાન આ જ બનાવટી કંપનીઓની માધ્યમથી કરોડો રૂપિયાની બદલી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અખિલેશનો પોતાના પિતા પર જ કટાક્ષ, '2014માં નેતાજીએ મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા, પછી શું થયું તે સૌ કોઈ જાણે છે'

આ પણ વાંચો: Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

હવે આગામી દિવસોમાં બસપાના ઉપાધ્યક્ષ આનંદકુમારની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી પછી ઇ.ડી. પણ કાર્યવાહીની તૈયારીમાં છે. આનંદકુમાર પરની આ તપાસની કાર્યવાહી બસપાના વડા માયાવતી સુધી પણ પહોંચી શકે છે. વિધાનસભાની પેટા ચૂંટણી અને વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મેયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે.

READ  જે માયાવતીને મોદીથી લઈ યોગી સુધી કોઈ ન રોકી શક્યાં, તેમને એક વકીલે રોડ પર લાવી મૂક્યાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કંગાળ થવાના છે માયાવતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments